Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 88
________________ अतीताननुसन्धानं, भविष्यदविचारणम् । औदासीन्यमपि प्राप्ते, जीवन्मुक्तस्य लक्षणम् ॥ ભૂતકાળ જોડેનું અનુસંધાન નહિ. ભવિષ્યનો વિચાર નહિ. વર્તમાનક્ષણમાં પણ ઉદાસીનભાવે રહેવાનું. આ છે જીવન્મુક્તિ. આમ જુઓ તો, સાધના કેટલી નાનકડી થઈ ગઈ ! એક જ ક્ષણ... અને એને ઉદાસીનભાવે ભરી દેવાની. ન રાગ હોય, ન દ્વેષ હોય, ન અહંકાર... ‘પંચવિંશતિકા’માં મહોપાધ્યાય શ્રીયશોવિજય મહારાજે જીવન્મુક્તદશાની વ્યાખ્યા આપતાં કહ્યું : जाग्रत्यात्मनि ते नित्यं, बहिर्भावेषु शेरते । उदासते परद्रव्ये, लीयन्ते स्वगुणामृते ॥ આત્મભાવમાં સતત જાગૃતિ, બહિર્ભાવમાં સુષુપ્તિ; પરપદાર્થોમાં ઉદાસીનભાવ... અને એ રીતે સ્વગુણોની ધારામાં વહેવું તે જીવન્મુક્તદશા. આત્મભાવમાં - અલિપ્ત અને અખંડાકાર ચેતનાની ધારામાં વહેવું. કેવો તો રોમાંચક અનુભવ ! બહિર્ભાવમાં જવાનું હવે થયું બંધ... હવે ક્યાં છે ગમો ? ક્યાં છે અણગમો ? ક્યાં છે અહંકાર ? ૧૭૪૪ મોક્ષ તમારી હથેળીમાં હા, પર પદાર્થો વાપરવાનું થશે, પણ તે ક્ષણોમાં ઉદાસીનભાવ વર્તતો હશે. ‘સે સરૂવસંતિ'... સ્વરૂપસંસ્થિતિનું નાનકડું સંસ્કરણ આ જીવન્મુક્તદશા. ... ના હમ દરસન, ના હમ ફરસન ૧૭૫

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93