Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 77
________________ આધારસૂત્ર સદ્ગુરુની પાસે જયારે પણ તમે જાવ, તેઓ પ્રભુના ઐશ્વર્યની વાતો એવી મોહક રીતે કરશે કે તમે પ્રભુના દિવ્ય સમ્મોહનમાં પડી જાવ... તો, ગુરુબહુમાનથી પરમગુરુ સંયોગ. અને તે દ્વારા મોક્ષ. પ્રભુ આપણી મુક્તિનું કારણ કઈ રીતે છે એની મઝાની ચર્ચા પૂ. દેવચન્દ્રજી મહારાજે પરમતારક અજિતનાથ પ્રભુની સ્તવનામાં કરી છે. સ્તવનાના પ્રારંભમાં જ એમણે કહ્યું : ‘જ્ઞાનાદિક ગુણ સંપદા રે, તુજ અનંત અપાર; તે સાંભળતાં ઊપની રે, રુચિ તેણે પાર ઉતાર...' પ્રભુ ! તારા ગુણોને જોઈને રુચિ પ્રગટી છે; એ ગુણો અન્તસ્તરથી ગમ્યા છે; આ ગમવાની મૂડી પર તું મને પાર ઉતારી દે! પ્રભુનાં ગુણોનું દર્શન એ નિમિત્ત કારણ છે અને રુચિ તે ઉપાદાન કારણ છે. પ્રભુના ગુણો જોવાયા, તો રુચિ થઈને ? એથી પોતાની સિદ્ધિનું કારણ પરમાત્માનો સંયોગ છે, તેમ ભક્ત કહેશે. 1 , 1 , ન સંધે, , = Br, refથf .... सव्वहा निरवेक्खा, थिमिया, पसंता । પ્રસંનોfણ ઘણા રે .... से सरूवसंठिए । - પંચસૂત્ર, પંચમ સૂત્ર સિદ્ધાત્મા શબ્દ નથી, રૂપ નથી, ગંધ નથી, રસ નથી, સ્પર્શ નથી, તે છે અરુપિણી સત્તા. તે સત્તા સર્વથા નિરપેક્ષા છે. તે સ્તિમિત (નિસ્તરંગ સમુદ્ર જેવી) છે અને તે પ્રશાન્ત છે. તથા અસાંયોગિક આનંદવાળી છે. તે સિદ્ધાત્મા સ્વરૂપમાં સંસ્થિત છે. ગુરુગુણબહુમાન, પરમગુરુસંયોગ અને મોક્ષ... કેવો મઝાનો અથવા તો કહો કે ગુરુવચનબહુમાન, પરમગુરુસંયોગ અને મોક્ષ. બે જ ડગલામાં મોક્ષ ! ૧૫૨ % મોલ તમારી હથેળીમાં

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93