Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 81
________________ માત્ર શરીરે જ નહિ, તમે પણ વસ્ત્ર પહેરવાની એ ક્રિયામાં ઊંડા ઊતરેલ મુલ્લાજી રાજદરબારમાં જવા માટે તૈયાર થયા. તે જ વખતે તેમના મિત્ર ઘરે આવ્યા. મુલ્લાજી ખુશ થયા. કહે : ચા પી લ્યો. પછી આપણે બેઉ સાથે રાજદરબારે જઈએ. મિત્ર કહે : પણ હું તો કપડાં બદલ્યા વગર આવ્યો છું. તમારે ત્યાં આવવાનું હતું ને ! પણ રાજદરબારમાં જવું હોય તો... આ ઝભ્ભો તો જુઓ, કેવો ગંદો છે ! મુલ્લાજીએ પોતાનું પહેરણ એમને આપ્યું. મિત્રે તે પહેર્યું. બેઉ ચાલ્યા. વચ્ચે એક અધિકારી મળ્યા. મુલ્લાજીએ પ્રણામ કર્યા. પછી કહે : આ અમારા મિત્ર છે. એકદમ અભિન્નહ્રદય મિત્ર છે. અમે એવા અભિન્ન છીએ કે એમણે પહેરેલ ખમીસ મારું છે ! હવે આવી રીતે તે કંઈ પરિચય અપાય ? મિત્રે વિરોધ કર્યો. મુલ્લાજીએ કહ્યું : હવે આવું નહિ થાય. આગળ ગયા. બીજા એક અધિકારી મળ્યા. મુલ્લાજીએ મિત્રનો પરિચય આપ્યો : આ મારા મિત્ર છે. બહુ મોટા શ્રીમંત છે. બહુ મોટી જમીન એમની છે... અને છેલ્લે ઉમેર્યું : એમણે પહેરેલ પહેરણ પણ એમનું જ છે ! મુલ્લાજીના મનમાં એમનું પોતાનું પહેરણ હતું, તે કોઈપણ રીતે નીકળ્યે જ છૂટકો હતો ને ? ૧૬૦ મોક્ષ તમારી હથેળીમાં મિત્ર બગડ્યો. એ કહે : હું જાઉં છું. તમે જાવ. તમારું કામ કરી આવો. હું તમારી સાથે નહિ આવું... મુલ્લાજીએ દિલગીરી દાખવી. હવે પહેરણની વાત બિલકુલ નહિ ઉચ્ચારું. ચાલો... એક અધિકારી મળ્યા. મુલ્લાજીએ મિત્રનો પરિચય આપ્યો. તેઓના સ્થળનો, કારોબારનો, ખેતીવાડીનો બધો જ પરિચય આપ્યો અને કહ્યું : એમના અંગેની બધી જ વાતો મેં તમને કહી. એક જ વાત રહી ગઈ. એમણે પહેરેલા પહેરણની. પણ એ વિષે કશું ન કહેવાનો મેં નિર્ણય કર્યો છે ! .. ‘ના હમ ભેખ, ભેખધર નાંહિ.' વસ્ત્રો જોડે લેવા-દેવા મારા શરીરને છે. મારે શું ? “ના હમ કરતા કરની.' વૈભાવિક જગતમાં આત્મા કર્તા પણ નથી, કાર્ય પણ નથી. ખાવાનું કાર્ય શરીર કરે છે, પીવાનું કાર્ય પણ શરીર કરે છે. અને સૂઈ જાય છે કોણ ? શરીર જ તો ! એથી તો ભગવાને શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું : “મુળિળો સયા ગાતિ ।' મુનિઓ સદા જાગૃત હોય છે. થાકે છે શરીર, થાકે છે જ્ઞાત મન. જે થાકે છે, તે સૂઈ જાય. સાધક શા માટે ઊંધે ? અત્યારની યૌગિક દુનિયામાં એક શબ્દ પ્રસિદ્ધ છે : કૉન્સ્ટસ સ્લીપ, જાગૃત નિદ્રા. શરીર સૂતું હોય અને તમે જાગૃત હો. ના હમ દરસન, ના હમ ફરસન ૧૬૧

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93