Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 82
________________ કઈ રીતે આ બને ? ઉજાગરને નિદ્રામાં ભેળવીએ તો એ થઈ શકે. આપણી પાસે અત્યારે ત્રણ અવસ્થા છે : જાગૃતિ, સ્વપ્ન, નિદ્રા... એમાં ઉજાગરના અંશને ભેળવવો છે. ઉજાગર અવસ્થા એટલે નિર્વિકલ્પતાની પૃષ્ઠભૂ પર સ્વગુણાનુભૂતિ કે સ્વરૂપાનુભૂતિની ક્ષણો. આમ, ઉજાગર અવસ્થા તેરમે ગુણઠાણે હોય છે. પરંતુ એનું નાનકડું સંસ્કરણ આપણી પાસે આવી શકે. પહેલાં જાગૃતિમાં ઉજાગરને ભેળવાય. પછી સ્વપ્નાવસ્થા પકડાય. પછી નિદ્રાવસ્થા. જાગૃતિમાં ઉજાગરને ભેળવવાની પ્રક્રિયાને હું જાગરણના સમુદ્રમાં ઉજાગરનો ટાપુ કહું છું. દરિયામાં હોડી લઈને જતો યાત્રી બપોરની તીવ્ર ગરમી આદિથી કંટાળ્યો હોય અને ત્યાં એને બેટ મળી જાય તો...! ઠંડાં વૃક્ષોની છાયામાં રહી શકાય ત્યાં. મીઠાં ફળો ખાઈ શકાય અને મીઠું પાણી પીવા મળે... જાગૃતિના સમયમાં વિકલ્પોનું ઘોડાપૂર ચાલતું હોય છે અને એનો થાક કંઈ ઓછો હોય છે ? એક મઝાની વાત કરું. વિકલ્પોનો થાક બહુ જ રહેતો હોય છે. પણ રાતની ઘસઘસાટ ઊંઘમાં વિકલ્પો છૂ થતાં હોઈ દિવસે થોડી તાજગી વરતાય છે. અઠવાડિયું રાત્રે ઊંઘ ન આવે તે માણસની હાલત જુઓ તો ખ્યાલ આવશે કે વિકલ્પોનો થાક કેવો છે! ઉજાગરનો ટાપુ કઈ રીતે ખડો કરીશું ? ૧૬૨ મોક્ષ તમારી હથેળીમાં દશ-પંદર મિનિટ શાંત રીતે બેસવું છે. પહેલાં થોડીવાર ‘નમો અરિહંતાણં' પદનો ભાષ્ય જાપ. એ પછી ૨-૩ મિનિટ એ જ પદનો માનસ જાપ. એમાં એકાગ્રતા આવે ત્યારે એ પદને છોડી દેવાનું. હવે શાંત દશામાં બેસવું છે... પદમાં એકાગ્ર થવાને કારણે વિકલ્પો ઘણા છૂટી ગયા હોય... અને શાંત અવસ્થામાં ભીતરી સમભાવનો અનુભવ થશે. નિર્વિકલ્પતાની પૃષ્ઠભૂ પર સમત્વ ગુણની અનુભૂતિરૂપ ઉજાગરનો અંશ જાગૃતિમાં અહીં ભળ્યો. ઉજાગરના આ અંશને સ્વપ્નાવસ્થામાં પણ ભેળવી શકાય. અને નિદ્રાવસ્થામાં પણ. સામાન્યતયા સાધકને સ્વપ્નો ન આવે. શરીર થાકે તો એ સૂઈ જાય. ઊંઘ પૂરી થઈ. સાધના ચાલુ. તન્દ્રાવસ્થા આવે જ નહિ, તો સપનાં ક્યાંથી આવે ? મહાત્મા બુદ્ધની પાસે એક સાધક આવેલો. તેને દીક્ષા લેવી હતી. બુદ્ધ પૂછે છે : તને સપનાં આવે છે રાતે ? પેલો કહે : પ્રભુ, મને તો સારાં જ સપનાં આવે છે હો ! બુદ્ધે કહ્યું : તું રવાના થઈ જા ! જેને સપનાં આવે તેને હું દીક્ષા નથી આપતો... હવે નિદ્રાવસ્થા પકડાય. એમાં ઉજાગર ભેળવો. એવું બને કે તમારો હાથ માથા નીચે હોય, શરીર સૂતેલું હોય અને તમને ખ્યાલ હોય કે તમારો હાથ ક્યાં છે. તમારું શરીર, કઈ રીતે સૂતેલ છે. ના હમ દરસન, ના હમ ફરસન ૧૬૩

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93