Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 76
________________ ભરતક્ષેત્રમાં અત્યારે શ્રેષ્ઠ અનુભૂતિવાન મહાપુરુષ કોણ ? અને તે સમયે પ્રભુએ દેવચન્દ્રજીનું નામ આપ્યું. સૌધર્મેન્દ્ર સામાન્ય મનુષ્યના રૂપમાં ત્યાં આવે છે. તે વખતે પૂ. દેવચન્દ્રજી મહારાજ પ્રવચન આપી રહ્યા હોય છે. પોતાના જ્ઞાન વડે એમને ખ્યાલ આવી ગયો કે સૌધર્મેન્દ્ર આવ્યા છે. પરંતુ બિલકુલ નિર્લેપ એ મહાત્મા... જેવું પ્રવચન આપતા હતા, તે જ લયમાં આપતા રહ્યા. સૌધર્મેન્દ્રને પ્રભાવિત કરવાની કોઈ ઈચ્છા જ નહોતી ને ! .. સદ્ગુરુની આ નિર્લેપદશા પરનું બહુમાન સાધકને પરમાત્માના ગુણ સાથે જોડી આપે. થાય કે છદ્મસ્થ ગુરુદેવની નિર્લેપતા આવી છે, તો અરિહંત પ્રભુની વીતરાગ દશા તો કેવી અદ્ભુત હોય ! સમવસરણમાં ‘અપ્સરા ધૂંઘટ ખોલ કે આગે નાચતે...'ની ઘટના અપ્સરાઓ તરફ ખૂલે. પ્રભુ તો માત્ર સ્વમાં ડૂબેલ હોય. ભક્તિયોગાચાર્ય કાન્તિવિજય મહારાજ પરમતા૨ક સુવિધિનાથ પ્રભુની સ્તવનામાં કહે છે : ‘ત્રિગડે રતનસિંહાસન બેસી, ચિહું દિશિ ચામર ઢળાવે રે; અરિહંત પદ પ્રભુતાનો ભોગી, તો પણ જોગી કહાવે રે...’ સમવસરણમાં બિરાજેલ પરમાત્મા... ચામરો ઢળાઈ રહ્યા છે. દેવદુંદુભિ વાગી રહી છે... ઐશ્વર્ય જ ઐશ્વર્ય ચારે બાજુ છે. પણ એ તો ભક્તો માટે. પ્રભુ તો સ્વમાં ડૂબી ગયા છે. .. ૧૫૦ મોક્ષ તમારી હથેળીમાં હું ઘણીવાર ભક્તોને પૂછતો હોઉં છું : પ્રભુનું દર્શન કરીને તમે આવ્યા. પ્રભુએ શું કહેલું ? ભક્તો કહે : ગુરુદેવ ! પ્રભુએ કંઈક કહ્યું હશે, પણ શું કહ્યું હશે તે ખ્યાલ નથી આવ્યો. ત્યારે હું કહું : પ્રભુએ પોતાની મુદ્રા વડે કહેલું કે હું સ્વમાં સ્થિર થયેલો છું. તું પણ સ્વમાં સ્થિર થઈ જા ! શંખેશ્વર પાર્શ્વનાથદાદાના દરબારમાં પૂનમે દશ હજાર ભક્તોની ભીડ લાગેલી હોય. એકમના પાંચસો ભક્તોય ન હોય... પણ એથી શું ? પ્રભુ તો સ્વમાં જ સ્થિર છે. કોઈ આવ્યા કે ન આવ્યા, એ આપણી તરફ ખૂલતી ઘટના છે. પ્રભુ તરફ તો છે માત્ર સ્વની વૈભવપૂર્ણ, આનંદમય દુનિયા. સદ્ગુરુના ગુણો પરના બહુમાન વડે સાધક પરમાત્માના ગુણો સાથે સંબદ્ધ થાય છે. અથવા તો એમ પણ કહેવાય કે સદ્ગુરુ પ્રત્યેનું બહુમાન તેમની આજ્ઞાના સ્વીકારમાં પરિણમશે. અને સદ્ગુરુ આપણને માત્ર પ્રભુ સાથે સંબદ્ધ કરી આપશે. એટલે કે સદ્ગુરુવચનબહુમાન દ્વારા પરમગુરુ-સંયોગ. સદ્ગુરુનું પોતાની તરફ ખૂલતું કાર્ય પોતાની ભીતર, ભીતર જવાનું છે. આપણી તરફ ખૂલતાં તેમનાં બે કાર્યો છે : પ્રભુની પ્યાસ નથી જાગી આપણને તો તેઓ આપણને પ્યાસ જગવી દે. અને પ્યાસ જાગેલી હોય તો તેઓ પરમાત્મતત્ત્વની પ્રાપ્તિ કરાવી દે છે. ‘મોક્ષ તમારી હથેળી માં ૧૫૧

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93