Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 78
________________ આનંદઘન ચેતનમય મૂરત, સેવક જન બલી જાહી... ‘ના હમ મનસા.’ હું મનની ભૂમિકા પર નથી. અહીં મન શબ્દથી સંજ્ઞા પ્રેરિત મન લેવાયું છે. એવું મન, જે રાગ, દ્વેષ અને અહંકારથી પ્રભાવિત છે. આવું પ્રભાવિત મન રતિ અને અરતિનાં દ્વન્દ્રમાં જ સાધકને લઈ જાય ને ! કો’કે કહ્યું : તમે બહુ સારા છો, તમારી વિદ્વત્તા અપૂર્વ છે... આ શબ્દો મનમાં રતિભાવની સુખની લહેરો પેદા કરશે. પણ કો'ક કહેશે કે તમે બરોબર નથી. તો શું થશે ? અરતિભાવની પીડા શરૂ થશે. મનની આ સંજ્ઞાપ્રભાવિતતા, આ ઘટનાપ્રભાવિતદશા એવી હોડી જેવી છે, જે સમુદ્રનાં મોજાં સાથે આમથી તેમ ફંગોળાય છે. આની સામે, ભક્ત હોય છે ઘટના-અપ્રભાવિત. આજ્ઞાપ્રભાવિત મનનો સ્વામી. ૮ ના હમ દરસન, ના હમ ફરસન પૂજ્યપાદ આનંદઘનજી ભગવંતે સ્વરૂપાવસ્થા પર એક મઝાનું પદ આપ્યું છે : ના હમ મનસા, ના હમ શબદા, ના હમ તન કી ધરણી; ના હમ ભેખ, ભેખધર નાંહિ, ના હમ કરતા કરની; ના હમ દરસન, ના હમ ફરસન, રસ ન ગંધ કછુ નહિ; ઘટનાપ્રભાવિત, સમાજપ્રભાવિત મન પર સમાજનો અધિકાર હોય છે. જે સમાજમાં પોતે ઊછરેલ છે, એ સમાજની માન્યતા આ વ્યક્તિ પર હાવી થાય છે. અને પ્રભુપ્રભાવિત મનમાં ઘટનાઓની કોઈ અસર રહેતી નથી. રાબિયાને ત્યાં એક ફકીર આવ્યા. ફકીરે રાબિયાની સંત તરીકેની મોટી ખ્યાતિ સાંભળેલી. આવ્યા પછી જોયું તો રાબિયાની ૧૫૪ મોક્ષ તમારી હથેળીમાં ના હમ દરસના, ના હેમ ફરસને જૈફ ૧૫૫

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93