Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 75
________________ રૂમના કદ પ્રમાણે સંખ્યા ખરેખર વધુ હતી. બહેનોએ આયોજકો પાસે ફરિયાદ કરી. તેમણે કહ્યું : સંખ્યા વધી ગઈ છે. શું થાય ? રાતોરાત તો નવી રૂમ બને નહિ. બહેનો મારી પાસે આવી. મેં એમની વાત સાંભળી. મેં પણ જોયું કે બીજો કોઈ માર્ગ આયોજકો પાસે નહોતો. મેં કહ્યું : દરેક રૂમમાં દશ સાધિકાઓ છે. એટલે કે તમારા સિવાયના નવ તો ભવિષ્યના સિદ્ધ ભગવંતો છે. એ સિદ્ધ ભગવંતોની જોડે રહેવાનું સૌભાગ્ય તમને મળ્યું ! ઈચ્છાનો છેદ ઊડે અને હું ઊડે. વિકલ્પોનો છેદ ઊડે અને હું ઊડે. પરિણામે, ઉપયોગ સ્વમાં આવે. પૂજ્ય દેવચન્દ્રજી મહારાજે પરમતારક શ્રી અભિનન્દન પ્રભુના સ્તવનમાં પ્રભુની સાધનાનો રસ, સ્વમાં ડૂબવાનો રસ કેવી રીતે મળે એની મઝાની વિધિ બતાવી : ‘પુદ્ગલ અનુભવ ત્યાગથી, કરવી જસુ પરતીત...' પૂ. દેવચન્દ્રજી મહારાજ પ્રતીતિની - અનુભૂતિની દુનિયાના પુરુષ છે. અને તેથી, તેઓ કહે છે : તમે પરના અનુભવનો ત્યાગ કરો, તમને સ્વની અનુભૂતિ થશે. યાદ રહે, તેઓ પરના અનુભવના ત્યાગની વાત કરી રહ્યા છે. પરના ત્યાગની વાત તેઓ કરતા નથી. સાધક પાસે શરીર છે, તો તેને ભોજન લેવું પડશે. પાણી પણ પીવું પડશે. મોટું પુદ્ગલ - શરીર છે, તો નાના પુદ્ગલો જોઈશે; ૧૪૮ મોક્ષ તમારી હથેળીમાં પણ એ ખોરાક લેતી વખતે એ સારો છે કે ખરાબ એમ માનીને રાગ-દ્વેષની ધારામાં જવું નથી. .. आयओ गुरुबहुमाणो... કેવું અદ્ભુત છે આ સૂત્ર ! ગુરુબહુમાન તે જ મોક્ષ. કારણ કે ગુરુબહુમાન પરમગુરુસંયોગ દ્વારા મોક્ષ અપાવે છે. સદ્ગુરુના ગુણો પ્રત્યેનું બહુમાન. સદ્ગુરુને જોઈએ અને અહોભાવથી ભીના ભીના બનીએ. સદ્ગુરુના જીવનની ઘટનાને વાંચીએ કે સાંભળીએ અને ભીના બનાય. પૂજ્યપાદ દેવચન્દ્રજી મહારાજ એક ગામમાં પધારેલા. તેઓશ્રીનું પ્રવચન ચાલી રહ્યું હતું એ વખતે પાછળની ઝાડીમાંથી એક સાપ આવ્યો. ગુરુદેવનું જાણે કે આકર્ષણ ન થયું હોય તેમ તે પાટ પર ચડ્યો. પછી ગુરુદેવના શરીર પર ચડ્યો અને ખોળામાં થઈ પેલી બાજુ નીકળી ગયો. ગુરુદેવનું પ્રવચન ચાલતું જ રહ્યું. કેવો અદ્ભુત આ સાક્ષીભાવ ! એમના સાક્ષીભાવની એક બીજી ઘટના : મહાવિદેહમાં સૌધર્મેન્દ્ર એકવાર પ્રભુ સીમંધર ભગવાનને પૂછ્યું : પ્રભુ ! ‘મોક્ષ તમારી હથેળી માં ૧૪૯

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93