Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 41
________________ ક્ષમા યાચી. હિમ્મતભાઈએ કહ્યું : અરે, ભાઈ ! તમારા કારણે તો મને મોટો લાભ મળી ગયો. પૂરી રાત મારી કાયોત્સર્ગ ધ્યાનમાં વીતી... એમની આ સાધનાની વાત જાણી આપણું અસ્તિત્વ રોમાંચિત થઈ જ ઊઠે ને ! અનુમોદનાને અપાયેલ પહેલું વિશેષણ : સમ્યફ વિધિપૂર્વિકા અનુમોદના... પહેલાં વિધિના સમ્યકજ્ઞાન વિના, ગતાનુગતિક રીતે અનુમોદના કરી હોય; જે કદાચ વાચિક જ હોય; હવે અનુમોદનાને શાસ્ત્રોક્ત વિધિપૂર્વક કરવી છે. ક્યારેક, ગતાનુગતિક રીતે થતી અનુમોદના અહંકારને વધારે તેવું પણ બને. કોઈ તપસ્વીએ સરસ તપશ્ચર્યા કરી છે. એક વ્યક્તિ અનુમોદનાના લયમાં પ્રવચન કરે. પણ મનમાં એ હોય કે મારું પ્રવચન પ્રભાવશાળી લાગે લોકોને. હવે અનુમોદના કેવી કરીશું ? ઘણીવાર આવું થતું હોય છે : પ્રભુએ જે અમાપ કૃપા વરસાવી છે, તેના ઋણમાંથી મુક્ત થવા સાધક પ્રભુનાં ચરણોમાં નાનકડું સાધનાનું પુષ્પ સમર્પે છે... પણ એ સમયે પ્રભુ તરફથી એવી આનંદની વર્ષા થાય કે સાધકને થાય કે આવ્યો’તો ઋણમુક્ત થવા અને ઋણે વધી ગયું ! રાગ, દ્વેષ, અહંકારની શિથિલતા તરફ આપણને લઈ જાય તેવા ભાવના પ્રાગટ્યવાળી અને એમાં ઉમેરાતો વેગ. કોઈ સાધકની સાધના જોઈ આપણું અસ્તિત્વ હલી ઊઠે. અનુમોદનાની તીવ્રતા અને એ સાધનાનું આંશિક અનુભવન. હિમ્મતભાઈ બેડાવાળા જેવા સાધકશ્રેષ્ઠની કાયોત્સર્ગ-સાધનાનું વર્ણન સાંભળીએ અને હલી ઊઠીએ. કેવી હતી એમની સાધના ! એમના ગામ બેડાની નજીકમાં દાદાઈ તીર્થ છે. એકવાર સાંજના તેઓ ભક્તિ કરવા ગયેલા. ભક્તિ પછી એક સ્તંભની પાછળ તેઓ કાયોત્સર્ગ ધ્યાને ઊભા. અંધારું થઈ ગયેલું. પૂજારીએ આરતી ઉતારી દેરાસર માંગલિક કર્યું. એને ખ્યાલ ન આવ્યો કે હિમ્મતભાઈ દેરાસરમાં છે. સવારે પૂજારીએ દેરાસર ખોલ્યું ત્યારે એને ખ્યાલ આવ્યો કે હિમ્મતભાઈ અંદર હતા. એ ગભરાઈ ગયો. એણે એ પરમ સાધકની અનુમોદનાને અપાયેલું બીજું વિશેષણ : સમ્યફ શુદ્ધાશયા. હૃદય હોય ભીનું, ભીનું. આંખોમાં હોય હર્ષાશ્રુ. એક સત્યઘટના યાદ આવે છે. પચીસેક વર્ષનો એક યુવાન. ઘરનું માળિયું સાફ કરતાં એક ફોટો નીકળ્યો. નાનો પાંચ-છ વર્ષનો દીકરો હતો એ ફોટામાં. પણ એણે ચોળપટ્ટો પહેરેલો. કપડો ઓઢેલો. હાથમાં તરાણી અને ડાભડિયો... યુવાને એ ફોટાને જોયો. માને પૂછયું : “મા ! આ ફોટો કોનો છે ?' માએ કહ્યું : “એ તારો ફોટો છે, દીકરા ! તું પાંચ વર્ષનો હતો ત્યારથી તારા હૃદયમાં વૈરાગ્યની ભરતી એવી તો ઊઠતી કે ૮૦ % મોક્ષ તમારી હથેળીમાં ભીનાશનો દરિયો જ ૮૧

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93