Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 70
________________ પ્રભુએ કેવી તો મઝાની નિરવદ્ય (નિર્દોષ) ભિક્ષાવૃત્તિ અમને આપી છે કે મોક્ષના સાધનરૂપ સાધુદેહનું પોષણ થઈ જાય અને બીજા કોઈ જંતુની વિરાધના ન થાય... તમે પણ કોઈ મઝાની સ્તવનાની કડી મનમાં ચિંતવી શકો. અને એ રીતે ઉપયોગને એમાં રાખી શકો. ઉપયોગને પરમાંથી હટાવવો છે... આપણી પૂરી સાધના એના માટે જ છે... સરસ ઝેન-કથા યાદ આવે. જોતાન નામનો સાધક ગુરુ યાકુસન પાસે આવ્યો. ગુરુ પાસે તે પાંચ વર્ષ પહેલાં પણ આવ્યો હતો. ગુરુ તેને ઓળખતા હતા. જોતા ચરણોમાં ઝૂક્યો અને ગુરુએ પૂછ્યું : તું કોણ છે ? (યાદ રાખો, ગુરુ એનું નામ નથી પૂછતા.) જોતાને કહ્યું : હું જોતાન. ગુરુએ કહ્યું : ‘પાંચ વર્ષ પહેલાં પણ તું જોતાન હતો. અને આજે પણ તું જોતાન છે ? તારા ‘નેઈમલેસ એક્સપીરિયન્સ'નું શું ? નામ સાથેનું વળગણ કેમ ન છૂટ્યું તારું ?' ગુરુ એ કહેવા માગતા હતા કે નામ તો સમાજે આપેલી વ્યવસ્થાની ચીજ છે. એ પર છે. એનાથી તે તારી જાતને અલગ કેમ ન કરી ? યાદ આવે ‘અમૃતવેલ’ની સઝાયની કડી : દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે; અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ સ્વરૂપ રે... દેહ, મન, વચન, પુદ્ગલો અને કર્મપુદ્ગલોથી તમારી જાત તદ્દન અળગી છે. જોકે, સૈદ્ધાંતિકરૂપે તો આ વાત જાણેલી હોય છે. પ્રાયોગિક રૂપે હવે આ ધારામાં જવું છે. શરીરમાં તાવ આવ્યો... એ વખતે સાધકની ભાષા કઈ હશે ? ‘આને તાવ આવ્યો છે...' મને નહિ. હું તો આનંદઘન આત્મા છું. મહાપુરુષોને રોગ શરીરમાં આવે ત્યારે તેનાથી કેટલી તો ભિન્નતા રહેતી, એની મેં જોયેલી એક ઘટના કહું. મારા દાદાગુરુદેવ પૂજ્યપાદ ભદ્રસૂરિદાદા. રાધનપુર (ગુજરાત)માં પૂજ્યશ્રીજીનું ચાતુર્માસ. એ ચાતુર્માસમાં જ લીવરનું કેન્સર થયું. કેન્સર એડ-આઉટ થતું જતું હતું. તે વખતની સીમિત ઔષધિ પ્રણાલિના સંદર્ભમાં પૂજયશ્રીનું જીવન લંબાઈ શકે એવી કોઈ સંભાવના દેખાતી નહોતી. અગ્નિસંસ્કાર માટેનું સ્થળ પણ નક્કી થઈ ગયું. તે વખતે પાલનપુરમાં ડૉ. સૈયદ બહુ સારા ડૉક્ટર ગણાતા. તેમનું નિદાન બહુ સારું ગણાતું. અભિપ્રાય માટે તેમને બોલાવાયા. ૧૩૮ : મોક્ષ તમારી હથેળીમાં મોક્ષ તમારી હથેળી માં’ : ૧૩૯

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93