________________
ક્રમશઃ ચારે વિશેષણોને જોઈએ.
દોડતા દોડતા દોડતા દોડિયો, જેતી મનની રે દોડ...
સાધનાના માર્ગમાં મનની દોડે દોડવાનું હોય છે. મનની દોડ. અપૂર્વ ઉત્સાહ.
અનુમોદના હોય વિધિપૂર્વિકા.
શાસ્ત્રમાં દર્શાવેલ વિધિપૂર્વકની અનુમોદના. વિધિ આવી છે : યથાશક્તિ, સંવેગ વડે અનુમોદના કરવી.
સંવેગ એટલે રાગાદિ રહિત આત્માનો શુદ્ધ પરિણામ. અને આ જ પરિણામભાવ મારે પ્રગટ કરવો છે એવા તીવ્ર અભિલાષપૂર્વકની અનુમોદના તે વિધિપૂર્વકની અનુમોદના.
તીવ્ર અભિલાષા, શક્તિપૂર્વકનો સંવેગનો પરિણામ સાધકની સાધનામાં એક વેગ લાવશે. અનુમોદના હશે; સંવેગપૂર્વકની હશે; પણ એમાં તીવ્રતા નહિ ભળી હોય તો એ દૂરગામી અસર નહિ પાડી શકે. અનુમોદનાને કરણ સુધી લંબાવવી છે સાધકે. અને એ માટે વેગ જરૂરી છે.
વેગ.
શક્તિ મુજબ, સંવેગપૂર્વકની અનુમોદના તે વિધિપૂર્વકની અનુમોદના.
શક્તિ, ફોર્સ, વેગ...
અનુમોદનામાં એવો વેગ ઉમેરાશે કે શક્ય હશે ત્યાં અનુમોદના કૃત્યમાં ફેરવાશે. મુનિજીવન જોઈને તીવ્ર લયની થયેલી અનુમોદના સાધકને મુનિત્વની પગથાર સુધી પહોંચાડી દે. કદાચ ભાવમુનિત્વ સાથેનું દ્રવ્યમુનિત્વ ન મળે તોય ભાવનિર્ઝન્થત્વની ભૂમિકા સુધી તો એ પહોંચાડી જ દે..
ભાવનિર્ઝન્થત્વની વ્યાખ્યા ‘સમાધિ શતક” પ્રત્યે આ રીતે આપી : કેવલ આતમબોધ હૈ, પરમારથ શિવપંથ; તામેં જિનકું મગનતા, સો હિ ભાવનિર્ઝન્થ...
પારમાર્થિક - નૈૠયિક મોક્ષમાર્ગ છે આત્માનુભૂતિ. તેમાં જે સાધક ડૂળ્યો, તે ભાવનિર્ઝન્થ.
અનુમોદના સાધકને કેટલો તો ઊંચકે છે !
બંદૂકની ગોળી કોઈના હાથમાં હોય અને તે ભીંતને અડકાડે તો પ્લાસ્ટર પણ કદાચ ન ખરે. પણ એ જ ગોળી બંદૂકમાં ભરી એને છોડવામાં આવે તો...? તો એ ભીંતમાં કાણું પાડી દે.
સાધનામાં લાવવાના વેગની ચર્ચા પૂજયપાદ આનંદઘનજી મહારાજે પંદરમા સ્તવનમાં કરી :
૩. વિગરે નહીસી સેમિ સુવર્ડ - પંચસૂત્ર, પ્રથમ સૂત્ર
૭૮ ક મોક્ષ તમારી હથેળીમાં
ભીનાશનો દરિયો : ૭૯