Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 61
________________ માગ્યા વગર સહાય આપનાર પ્રભુ. સંબંધ વિનાના બાન્ધવ પ્રભુ. અને – કારણ વિના વાત્સલ્યની ઝડી વરસાવનાર પ્રભુ. ‘ત્વમરવત્સલ’. જોકે, અહીં પણ નિષ્કારણતા મને મારા તરફ દેખાય છે. ‘એ’ની તરફ તો સકારણતા જ છે. મને જરૂર લાગે કે મારા જેવા ૫૨ એ શી રીતે આટલું બધું વહાલ વરસાવે ? ભક્તિની સામે જ કૃપાધારાનું વહેવું હોય છે... તો, મારા તરફથી ભક્તિ ક્યાં હતી જ ? તો પછી, એ શી રીતે આટલું બધું વરસ્યો ? પણ ‘એ’ની બાજુ તો, સકારણતા હતી. એણે મને તારવાનું નક્કી કરી દીધું હતું, એથી એ વાત્સલ્ય વરસાવીને જ મને ઊચકે ને ! અભિવ્રજયા. પરમાત્માનું પરમ સમ્મોહન. પણ ખરેખર તો, એણે જ મને ચાહ્યો; એને હું ચાહી શકું એ ભૂમિકા પર પણ એણે જ મને મૂક્યો... અત્યારે હું પરમને ચાહું છું, એનું કારણ છે માત્ર ‘એ'નો મારા તરફનો પ્રેમ... ૧૨૦ મોક્ષ તમારી હથેળીમાં એણે મને બેહદ ચાહ્યો છે. હું એને કેટલો ચાહી શક્યો છું, એ ‘એ’ જ જાણે. હા, એ અન્તર્યામી છે ને ! અભિયા. પરમાત્માનું પરમ સમ્મોહન. તમે એક ક્ષણ ‘એ'ના વિના રહી ન શકો. યાદ આવે પૂજ્ય આનંદઘન મહારાજ : ‘આનંદઘન બિન પ્રાણ ન રહે છિન, કોટિ જતન કરી લીજે...’ તમે કરોડો યત્ન કરો; પણ પરમચેતના વિના તમે એક ક્ષણ ન રહી શકો. આખરે, એ જ તો આપણું જીવન છે ને ! ‘એ’ ન હોય તો આપણી પાસે શું રહે ? વેણીશંકર પુરોહિત પ્રભુને કહે છે : ‘તમારા વિનાના અમે અમારા વિનાના...’ .. આવી વિરહાવસ્થા ક્યારે પ્રગટે છે ? વિહાવસ્થાની પૂર્વે મિલનનો આનંદ જરૂરી છે. અલપઝલપ પ્રભુના મિલનનો આનંદ અનુભવ્યો; શી એની મીઠાશ...! એ મીઠાશ અનુભવ્યા પછી ‘એ’ના વિના રહેવું શું પાલવે ? પૂજ્ય માનવિજય મહારાજ એ મિલનની... એ ક્ષણોની કેફિયત રજૂ કરતાં કહે છે : ‘કહીએ અણચાખ્યો પણ અનુભવ રસનો ટાણો મળિયો...' અગણિત જન્મોમાં ક્યારેય ચાખવા ન પ્રભુની મહેરે તે રસ ચાખ્યો... ૧૨૧

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93