Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 67
________________ હકીકત જુદી છે. એકલવ્ય આ ઘટના પછી પણ અજોડ ધનુર્ધર રહ્યો છે. ગુરુ આ ઘટના દ્વારા એ પ્રસ્થાપિત કરવા માગતા હતા કે સાધન યોગ્ય હોય કે ન હોય, જો સાધક પાસે ગુરુબહુમાન છે, તો તે પોતાની વિદ્યામાં આગળ વધી શકે છે. .. એકલવ્યનું આ ગુરુબહુમાન આશ્ચર્ય ઉપજાવે તેવું છે. જન્માન્તરીય ધારાની આ સાધના હોઇ શકે. એમ થાય કે પ્રારંભની દૃષ્ટિઓમાં રહેલ વ્યક્તિત્વ પાસે આટલું ગુરુબહુમાન ! એ માનદંડને આગળ વધારીએ તો આપણી જાતને પૂછવાનું મન થાય કે પાંચમી કે છઠ્ઠી દષ્ટિમાં કેવું ગુરુબહુમાન હોય ? .. ગુરુ-બહુમાન માટેની સાધના કઇ ? અસ્તિત્વના સ્તર પરથી ‘હું'ને ભૂંસવાની. યાદ આવે ભક્તિમતી મીરાં. મીરાંને કો'કે પૂછેલું ઃ તેં પ્રભુને શી રીતે મેળવ્યાં ? મીરાં કહે છે : ‘અંસુઅન સીંચ સીંચ પ્રેમબેલિ બોઈ...' આંસુના થડે ઘડા ઠાલવીને પ્રભુને મેળવ્યાં છે. પ્રશ્નકર્તાએ આગળ પૂછ્યું : કેટલા ઘડા આંસુ ઠાલવીએ તો પ્રભુ મળે ? મીરાં કહે છે : તમારું હું જેટલા ઘડા આંસુથી ભૂંસાય, એટલા જ આંસુની જરૂરિયાત છે. એથી એક પણ બુંદ વધુ નહિ. ૧૩૨ મોક્ષ તમારી હથેળીમાં લાગે કે મીરાંએ અસ્તિત્વના સ્તરે રહેલ ‘હું’ને ભૂંસીને ત્યાં પ્રભુને બિરાજમાન કર્યા હતાં. અસ્તિત્વના સ્તરે પ્રભુને લાવવા માટે એણે પ્રભુને જ પ્રાર્થના કરેલી : ‘સદા સેવા કરતી હૂં, સુમિરન ધ્યાન મેં ચિત્ત ધરતી હું; ભક્તિ મારગ દાસી કો દિખલાઓ, મીરાં કો પ્રભુ ! સાંચી દાસી બનાઓ !' કડીના પૂર્વાર્ધમાં મીરાંએ પોતાની તે સમયની સાધનાની વાત કરી છે. અને ઉત્તરાર્ધમાં તે સાધનાને આગળ વધારવા માટે પ્રાર્થના કરી છે. ‘સદા સેવા કરતી હૂં...' પ્રભુ ! મારું શરીર તારી આજ્ઞાના પાલનમાં વ્યાવૃત છે. અદ્ભુત છે આનંદ એ આજ્ઞાપાલનનો. મીરાં યોગની પોતાની દૃષ્ટિ પર સ્થિર રહી તે દૃષ્ટિમાં દર્શાવાયેલ આચરણોને આત્મસાત્ કરી રહી છે. આજ્ઞાપાલનનો આનંદ. યાદ આવે શ્રાવક શ્રેષ્ઠ ઋષભદાસજી. સાધનાના આનંદને વર્ણવતાં તેમણે કહેલું : એક ખમાસમણ દેતાં એટલો તો આનંદ આવે છે કે હૃદયનું નાજુક તંત્ર એને સહન કરી શકશે કે કેમ એની વિમાસણ થાય. ‘મોટા તમારી હથેળી માં ૧૩૩

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93