Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 64
________________ ગ્રહણશિક્ષામાં સૂત્ર મળ્યું કે બધા આત્માઓને મિત્ર તરીકે જ જોવાના છે. ઉપનિષદૂનું સૂત્ર યાદ આવે : મિત્રસ્ય વક્ષસી પડ્યું ! મિત્રની આંખથી તું બધાને જો ! સાધુજીવનમાં આચારસંહિતા પણ એ રીતે ચાલી કે આ ગ્રહણશિક્ષા આસેવનશિક્ષામાં પલટાઇ ગઇ. અને સદ્ગુરુચરણોમાં રહેવાથી, આજુબાજુના સંયમીઓના જીવનને અવલોકવાથી એ સૈદ્ધાત્તિક જ્ઞાન (ગ્રહણ શિક્ષા) પ્રાયોગિક (પ્રેક્ટિકલ) જ્ઞાન (આસેવન શિક્ષા)માં ફેરવાય છે. જેમકે, પરમપાવન દશવૈકાલિક સૂત્રના ચોથા અધ્યયનમાં એક સૂત્ર આવ્યું : સવ્વપૂથપ્પમૂઝસ, સમું પૂરું પાસો; ffમાસવસ તંતસ, પર્વ જન્મ ને વંધરૂ || સાધક સર્વભૂતાત્મા, સર્વ પ્રાણીઓનો મિત્ર હોય છે. કઇ રીતે સર્વ પ્રાણીઓના મિત્ર થવાય ? બહુ જ મઝાની વાત આવી : સમ્યફ રીતે પ્રાણીઓને જોવાથી. મતલબ એ થયો કે અત્યાર સુધી સાધકે પ્રાણીઓને સમ્યક રીતે જોયા નથી. શું થયેલું ? પોતાની જાતને સાધક કેન્દ્રમાં માનીને જીવતો હતો. અને એથી પોતાને અનુકૂળ આત્માઓ એને સારા લાગતા હતા; પોતાના અહંકારને ખેરવનારા મનુષ્યો તેને સારા નહોતા લાગતા. પણ, જો કેન્દ્ર બદલાઇ જાય તો...? કેન્દ્રમાં આવે પ્રભુની આજ્ઞા... પરિઘમાં હોય હું. વિશુદ્ધ ચારિત્રવાન આત્મા પ્રભુનાં વચનોને યથાર્થ રીતે સમજવાની કોશીશ કરે છે અને તે સાત્ત્વિક સંયમી હોવાથી તે વચનોને અનુરૂપ પ્રવૃત્તિ કરી સંયમયોગોમાં વૃદ્ધિને પામે છે. અભિવ્રજ્યાથી પ્રારંભાયેલ મઝાની ગંગોત્રી સંયમિજીવનના યોગોની વિશુદ્ધિરૂપ ગંગાના સુવિસ્તીર્ણ પ્રવાહમાં ફેરવાય છે... આમ પણ, શ્રમણજીવનમાં કેન્દ્રમાં તો પ્રભુ ! પ્રભુની આજ્ઞા જ હોય ને ! ૧૨૬ : મોક્ષ તમારી હથેળીમાં પ્રભુની મહેરે તે રસ ચાખ્યો... છેક ૧૨૭

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93