Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 62
________________ મળ્યો હોય એવો એ રસ... એ રસાસ્વાદની ક્ષણો... ‘એ’ની આપણા માટેની ચાહતની ક્ષણો... માનવિજયજી મહારાજ આગળ કહે છે : ‘પ્રભુની મહેરે તે રસ ચાખ્યો, અંતરંગ સુખ પામ્યો; માનવિજય વાચક ઈમ જંપે, હુઓ મુજ મન કામ્યો...' પ્રભુ ! તારી કૃપાથી એ દિવ્ય રસ ચાખવા મળ્યો અને જે અન્તરંગ સુખ મળ્યું છે... અદ્ભુત... મનમાં એક કામના હતી, યોગીઓની આન્તર દશા જોતાં, કે મને આવું ભીતરી સુખ ક્યારે મળશે ? પ્રભુ ! તારો બહુ જ ઋણી છું કે તેં એ સુખ મને આપ્યું. ‘અન્તરંગ સુખ પામ્યો...' અન્તરંગ સુખ... સુખને મળેલું આ સરસ વિશેષણ : અન્તરંગ. એનું વિરોધી વિશેષણ થશે બહિરંગ. દુન્યવી પદાર્થોની પ્રાપ્તિ તમને જે આભાસી તૃપ્તિ આપે છે, તે છે બહિરંગ સુખ... પરમાત્માના મિલનની ક્ષણોમાં જે તૃપ્તિ થાય છે, તે છે અન્તરંગ સુખ. અભિવ્રજ્યા. પરમનું સમ્મોહન અને પરમનું મિલન. પરમાત્મ મિલન. પરમાત્મ સાક્ષાત્કાર. પરમાત્મામાં રહેલ આનંદ, વીતરાગદશા, ક્ષમા આદિ ગુણોનું કે એમની નિર્મલ સ્વરૂપ દશાનું સાધકના હૃદયમાં થતું વેદન, અનુભવન એ છે પરમાત્મસાક્ષાત્કાર. ૧૨૨ મોક્ષ તમારી હથેળીમાં આ સાક્ષાત્કારની પ્રક્રિયા વર્ણવતાં મહોપાધ્યાય શ્રીયશોવિજય મહારાજે શ્રીપાળ રાસમાં કહ્યું : અરિહંત પદ ધ્યાતો થકો, દન્વહ ગુણ પજ્જાય રે; ભેદ છેદ કરી આતમા, અરિહંતરૂપી થાય રે... અરિહંત પદનું ધ્યાન કરનાર સાધક પોતાની ચેતનાને અર્હન્મયી બનાવી દે છે. ધ્યાન એટલે અનુભૂતિ. પ્રભુના નિર્મલ સ્વરૂપનું અનુભવન થાય કે પ્રભુના આનંદ, વીતરાગદશા આદિ ગુણોનું અનુભવન થાય ત્યારે સાધકની ચેતના અર્હન્મયી બને. પ્રક્રિયામાં થોડાક ઊંડા ઊતરીએ. પ્રભુ મહાવીર દેવનું દર્શન ભક્ત કરે ત્યારે પ્રભુના સાધનાકાળની ઘટના યાદ આવે : પ્રભુના કાનમાં અનાડી મનુષ્ય ખીલા ઠોકી રહેલ છે અને એ વખતે પ્રભુની આંખોમાંથી અશ્રુબુંદ વહે છે. ‘આ આત્મા તો મારો ઉપકારી છે. મારા કર્મોને ખેરવવામાં એ સહાયક છે. અત્યારે દુર્ભાવગ્રસ્ત બની એ શું દુર્ગતિમાં જશે ?’ આ ભીનાશ આપણને સ્પર્શી જાય. પ્રભુની પાસે માંગવાનું મન થાય કે પ્રભુ ! તારી પાસે તો ક્ષમાભાવનો સમુદ્ર છે. એમાંથી ખોબોક જળ તું મનેય આપ ને ! પ્રભુની મહેરે તે રસ ચાખ્યો... ૧૨૩

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93