Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 54
________________ ને સાધનામાર્ગમાં ! (‘તું ગતિ...') પ્રભુના માર્ગ પર ચાલવાની ઝંખના સાધકની. પગ ઉપાડવાનો એણે. ચલાવવાનો પ્રભુએ. ખાવાની...' પણ સ્વસ્થ થઈ ગયા પછી બાળક એ ભૂલી જ જવાનું. ને કેન્ડી ખાવાનું... ને મમ્મા પાસે જવાનું... પાંચ-સાતવાર આવું બન્યા પછી મમ્મા ગુસ્સે થઈ શકે. ‘તને કેટલી વાર કહ્યું : આઈસ કેન્ડી નહિ ખાવાની. અને છતાં તું ખાધા કરે છે. કેમ ચાલી શકે આ ?' અને અહીં ગુરુદેવના વાત્સલ્યને જરા જુઓ તો ! કેટલાંય વર્ષોથી રાગ-દ્વેષમાં જવાની ભૂલો આપણે કરતાં આવ્યા છીએ અને છતાં ગુરુદેવ ક્યારેય ગુસ્સે થતા નથી. એ જ વાત્સલ્યસભર અવાજે તેઓ કહે છે : બેટા ! હવે આવું ન કરતો હો ! પાછો ફરી જા ! હૃદયના સ્તર પરના આજ્ઞાપાલનની એક ઘટના યાદ આવે છે. પ્યારા સંતે પોતાના શિષ્યને કહ્યું : ‘પેલો સાપ જઈ રહ્યો છે, એના દાંત ગણ તો !' ગુરુદેવનું અમાપ વાત્સલ્ય અને શિષ્યનો હૃદયના સ્તર પર એ વાત્સલ્યનો, વાત્સલ્યપૂર્ણ આજ્ઞાનો સ્વીકાર. કાર્ય શરૂ... અથવા કહો કે કાર્ય પૂર્ણ. આખરે, સાધનામાર્ગમાં ચાલવાનું કેટલું છે ! બે ડગલાં જ તો ! સાધનામાર્ગે સાધકે ચાલવાનું જ ક્યાં છે ? પ્રભુ જ તો ગતિ છે શિષ્ય તરત સાપ પાસે જાય છે. સાપને દાંત હોય કે ન હોય એ વિચારવાનું એણે છે જ નહિ ને ! કારણ કે એ બૌદ્ધિક નહિ, હાર્દિક છે ! એણે સાપને પકડ્યો. મોઢા પાસે આંગળી રાખી મોટું ખોલવા જાય ત્યાં સાપે ડંખ માર્યો. ડંખની વેદનાને કારણે સાપ હાથમાંથી છૂટી ગયો. શિષ્ય ફરીથી સાપને પકડવા જાય છે. હજુ દાંત ક્યાં ગણાયા છે ! ગુરુદેવ એ વખતે કહે છે : “જવા દે એને !' ને શિષ્ય સાપને જવા દે છે. એને ન સાપ જોડે સંબંધ છે, ન એના દાંત સાથે... એને સંબંધ છે ગુરુની આજ્ઞા સાથે... શા માટે ગુરુદેવે સાપને પકડવાનું કહ્યું, શા માટે એને જવા દેવાનું કહ્યું; કોઈ વિચાર એને આવતો નથી. આપણને વિચાર આવે કે ગુરુદેવે શા માટે દાંત ગણવાનું કહેલું. શિષ્યને એક એવો રોગ હતો; જેના ઔષધરૂપે સાપનું ઝેર અસરકારક હતું. શિષ્ય સાપને પકડ્યો. સાપે ડંખ માર્યો. ગુરુએ તુમ આણા શિર ધારી, ગુરુદેવ ! # ૧૦૭ ૧૦e & મોલ તમારી હથેળીમાં

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93