Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 56
________________ પરંપરામાં એક કથા આવે છે. શેઠે નોકરને કહ્યું : ‘સૈન્ધવમાનય.' સૈન્ધવને લાવ. સૈન્યવ એટલે સિન્ધ દેશમાં પાકતું મીઠું. જેને સિંધાલૂણ આપણે કહીએ છીએ. બીજો અર્થ થાય સૈન્ધવ એટલે સિન્ધ દેશમાં જન્મેલ ઘોડો. શેઠ જમવા બેઠેલ હશે અને કહેશે : સૈન્ધવ લાવ ! નોકર મીઠું લાવશે. શેઠ દુકાને બેઠા હશે અને કહેશે : સૈધવ લાવ ! નોકરી ઘોડો લઈ આવશે. | શિષ્ય આ જ રીતે, સદ્ગુરુના ઉદ્દેશને જાણી લેશે. એ જ સન્દર્ભમાં પરમપાવન ઉત્તરાધ્યયન સૂત્ર કહે છે : “શિયારસંપન્ન, સે વિનીત્ત પુર્વ...' ગુરુની નાનકડી ચેષ્ટાને કે ગુરુના મનોભાવોને (ગુરુના મુખને જોઈને) જે જાણી લે છે, તે વિનીત શિષ્ય છે. શિષ્ય નજીક આવેલ છે એકદમ. ગુરુનાં ચરણોમાં બેસેલ છે. અને ગુરુ ફરીથી એને સંબોધિત કરે છે : “રમ્યઘોષ !' શિષ્ય એક ક્ષણ વિચારમાં પડી ગયો. દેખીતી રીતે, દૂરસ્થ વ્યક્તિને એના નામથી સંબોધી નજીક બોલાવાય અને નજીક આવે ત્યારે આજ્ઞા અપાય. અહીં ગુરુદેવ નજીક આવેલ શિષ્યને ફરી સંબોધી રહ્યા છે. બે મિનિટ શિષ્ય બેઠો. અને ગુરુદેવે ફરીથી કહ્યું : “રમ્યઘોષ !” રમ્યઘોષ પામી ગયો કે ગુરુદેવ શું કહેવા માગતા હતા. એના નામ દ્વારા એને પોતે જે સાધના આપેલ છે, ત્યાં સુધી એ પહોંચ્યો કે નહિ એ ગુરુદેવ જાણવા માગતા હતા. રમ્યઘોષ નામ ગુરુએ એટલા માટે આપેલ કે એ બહારી કોલાહલને છોડીને પોતાની ભીતર ચાલી રહેલ મનોહર નાદને સાંભળી શકે. આજે ગુરુ પૂછતા હતા કે તું રમ્યઘોષ જ છે ને ? કોલાહલમાં અટવાયેલ વ્યક્તિત્વ તો તું નથી ને ? ચોથું ચરણ : આજ્ઞાધર્મનું ઔચિત્યપૂર્વકનું પાલન. આજ્ઞાપાલનની એ ક્ષણો... આજ્ઞાપાલન. સદ્ગુરુદેવની એક નાનકડી આજ્ઞા... એકાદ ઘડો પાણી લાવવાની... શિષ્યનું અસ્તિત્વ નાચી રહ્યું છે. સગુરુદેવની આજ્ઞાની પાછળ તેમનો જે ભાવ છે, શિષ્યની કર્મનિર્જરાનો, તેને શિષ્ય અનુભવે છે અને આનંદથી એ નાચી રહે છે. એક ગુરુએ થોડે દૂર બેઠેલા શિષ્યને બોલાવ્યો : ‘રમ્યઘોષ !” શિષ્ય રમ્યઘોષ ગુરુદેવની પાસે આવ્યો. ગુરુદેવને વન્દના કરે છે અને ઈચ્છે છે કે ગુરુદેવ કોઈક આજ્ઞા પોતાને આપે. પરમાઈત કુમારપાળ મહારાજા “આત્મનિન્દા દ્વાત્રિશિકા'માં કહે છે : ‘ા કાશીરળતતત્ત્વ:'... પ્રભુ ! તારી આજ્ઞાના પાલનના આનંદમાં ઝૂમીને હું ક્યારે આપ્તતત્ત્વ બનીશ ? તત્ત્વોને માત્ર જાણવા તે જ્ઞાતતત્ત્વતા. અને આજ્ઞાપાલનની ભૂમિકા પર એમને પામવા તે આપ્તતત્ત્વતા. ૧૧૦ #ક મોલ તમારી હથેળીમાં તુમ આણા શિર ધારી, ગુરુદેવ ! છેક ૧૧૧

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93