Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 50
________________ આજ્ઞાકાંક્ષા. આજ્ઞા માટેની ઝંખના... અહંકેન્દ્રિતતાની સામે ગુરુકેન્દ્રિતતાની પ્રતિષ્ઠા. કેવા ગુરુ ગમે તમને ? તમારા અહંકારને પંપાળે તેવા કે અહંકારને ચીરી નાખે તેવા ? મને જે પંડિતજી ‘તર્કસંગ્રહ' ગ્રન્થ ભણાવતા હતા; એમણે ગ્રન્થનો છેવટનો થોડો ભાગ બાકી રાખ્યો. કહ્યું : “શેષ શ્રીગણેશાય. બસ, હવે આગળ નહિ.” મેં પૂછ્યું : “કેમ નહિ ?” એમણે કહ્યું : ‘અમારે ત્યાં પરંપરા છે કે ગ્રન્થ પૂર્ણ નહિ કરવો. પૂર્ણ કરીએ ગ્રન્થ તો અહંકાર આવે કે આ ગ્રન્થ હું ભણી ગયો. માટે થોડોક ગ્રન્થ બાકી રાખવાનો.” કેવી મઝાની આ પરંપરા ! તમારા અહંકારને કો'ક પંપાળે; અને એ તમને ગમે; તો એમાં એ વ્યક્તિ તમને ગમી કે તમારો અહંકાર થપથપાવાયો તે ગમ્યું ? આ જ વાત સદ્ગુરુના સન્દર્ભમાં લઈએ તો, અહંકારસાપેક્ષતાથી ગુરુ ગમે છે કે અહંકારનિરપેક્ષતાથી ? ભણવાનું ખરું, પણ એનો અહંકાર ન રહે તેવી આ પરંપરા... આજ્ઞાકાંક્ષા... ઈચ્છા વિરુદ્ધ આજ્ઞાના વિજયની વાત. આજ્ઞામાં ધર્મ (બાળાપ ધમ્મો)ની સામે સૂત્ર છે ઈચ્છામાં અધર્મ (ફૂછી અધી ). શુભ ઈચ્છા શિષ્યની હોય અને છતાં સદ્ગુરુ એને તોડે એવું બને. શુભ ઈચ્છાની પાછળ રહેલા અહંકારને | આગ્રહને સદ્દગુરુ તોડતા હોય છે. એક શિષ્ય ૧00મી વર્ધમાન તપની ઓળી કરી રહેલ છે. સો આયંબિલ એના થઈ ગયા. એકસો એકમાં દિવસે ઉપવાસ થાય એટલે ઓળી પૂર્ણ થાય. બની શકે કે એકસો એકમા દિવસે ગુરુ એને ઉપવાસને બદલે એકાસણાનું પચ્ચકખાણ આપે. શિષ્ય પ્રેમથી આ એકાસણાના પચ્ચકખાણનો સ્વીકાર કરવો જોઈએ. સદ્ગુરુનો આશય એ પણ હોય કે એને ૧૦૮મી ઓળી પરિપૂર્ણ થશે, તો એને એનો અહંકાર આવશે... તો સો આયંબિલ ભલે કર્યા; એકસો એકમા દિવસે ઉપવાસ નથી કરાવવો. શુભ ઈચ્છા સદ્ગુરુનાં ચરણોમાં મૂકી શકાય. પણ આગ્રહ ન જોઈએ. વર્ધમાન તપની ઓળી કરવાની ઈચ્છા થઈ શકે. ગુરુનાં ચરણોમાં એ ઈચ્છા મૂકી શકાય... પરંતુ ગુરુદેવ ના પાડે તોય પ્રેમથી એ ‘ના’નો સ્વીકાર કરી શકાય એવી ચિત્તવૃત્તિ જોઈએ. બેંતાલીસમી ઓળી શરૂ કરવાની ભાવના થઈ. ગુરુદેવનાં ચરણોમાં એ ઈચ્છા મૂકી પણ ખરી. ગુરુદેવ ના પણ પાડી શકે. ગુરુદેવને લાગે કે એક માંદા મુનિવરની સેવા આ મુનિ જ કરી શકે તેમ છે. અને આયંબિલની ઓળી અને સેવા બેઉ તે સાથે કરી શકે તેમ નથી, તો ઓળીની ના પાડી શકે... અહીં તો આપણે પડદા પાછળની વાત જાણી કે ક્યા કારણે ગુરુદેવે ના પાડી. હકીકતમાં, શિષ્યને એ જાણવાની પણ ઇંતેજારી ન થવી જોઈએ કે કયા કારણે ગુરુદેવે ના પાડી છે. - ૯૮ ૪ મોલ તમારી હથેળીમાં તુમ આજ્ઞા શિર ધારી, ગુરુદેવ ! % ૯

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93