Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 38
________________ પછી ચા પીધી હશે. ફુટ્સ કે જ્યુસ લીધેલ હશે. અને તોય રાત્રે ભૂખ્યો ડાંસ થઇ ગયો કે રાત્રે દશ વાગ્યે ખાવા બેસી ગયો ? ભાઇ, તેં સોળભળું કરીને શું કર્યું ? આ ગુલાબમાં કાંટા જોવાની વાત થઈ. પેલા ઉત્તર ગુજરાતવાસી શ્રાવકે કાંટામાં ગુલાબ જોવાનું કાર્ય કર્યું. એ તો આ દેશ્ય જોઇ આનંદવિભોર બની ગયા. લીટરલી (શબ્દશઃ), તેઓ પેલાના પગે પડ્યા. ભાવવિભોર બનીને તેમણે કહેલું : “વાહ ! ધન્ય છે પ્રભુશાસનને. ધન્ય છે ગુરુદેવના પચ્ચખાણને. અને ધન્ય છે એ પચ્ચખાણની શક્તિ ઝીલનાર તમને. તમે સોળભનું કરેલું ! વાહ ! કેવું અદ્ભુત. સવારે તમે નાસ્તો કરીને ઘરેથી ઑફિસે ગયા હશો. બપોરે ટિફિનના રોટલી-શાક તમે જમ્યા હશો. પછી ચા અને ફુટ લીધા હશે. છતાં તમારે અત્યારે જમવું પડે છે. તમારામાં કેવી શક્તિનો સંચાર થયો કે તમે સોળ સોળ દિવસના ઉપવાસ કર્યા ! ધન્ય છે તમને. ઉપવાસની ટેવવાળો મારા જેવો માણસ અઠ્ઠમ, અઠ્ઠાઇ કે સોળભજું કરી લે, પ્રભુની કૃપાથી... પણ તમે...! અદ્ભુત, અદ્ભુ ત.” બોલો, આવી રીતે કાંટામાં ગુલાબ જોઇ શકાય ને ? સાધનામાર્ગમાં એક ડગલું પણ “એ'ની કૃપા વિના શક્ય નથી. કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યજી મહારાજ કહે છે : ‘બવત્રસાવેનૈવામિયત પ્રપિતો મુવમ્..' સ્તવનામાં આ જ વાત મહોપાધ્યાય શ્રીયશોવિજય મહારાજે આવર્તિત કરી : ઈતની ભૂમિ પ્રભુ! તુમ હિ આણ્યો... આ જ લયમાં મહોપાધ્યાયજીએ કહ્યું : “તું ગતિ, તું મતિ આસરો, તું આલંબન મુજ પ્યારો રે...' સાધનામાર્ગમાં ગતિ પ્રભુ છે. એની કૃપા વિના એક ડગલું પણ આગળ વધી શકાતું નથી. સદ્દગુરુને પણ પ્રભુ જ તો મોકલે છે ને ! અને સદ્ગુરુનાં ચરણોમાં ઝૂકવાનું... એ કોણ કરાવશે ? ‘એ જ તો વળી ! અને એટલે તો ભક્ત પ્રભુની સમક્ષ પ્રાર્થનામાં કહે છે : સુહગુરુજોગો. સગુયોગ, પ્રભુ ! તું આપ ! પ્રભુ સદ્દગુરુ આપે. પ્રભુ સદ્દગુરુયોગ આપે. અને એ સગુરુસમર્પિતતા સાધનામાર્ગે ચલાવે. સદ્ગુરુનું માર્ગદર્શન છે સાધનામાર્ગ તરફ, સદ્ગુરુનાં ચરણોમાં સમર્પણ છે ભક્ત તરફ. હવે સાધનામાર્ગે દોડવાનું જ રહ્યું ને ! હકીકતમાં, સદ્ગુરુની કરુણા તો હંમેશા માર્ગદર્શન આપવા તૈયાર હતી જ. ભક્ત એ સ્વીકારવા તૈયાર ક્યાં હતો ? સદ્ગુરુચરણે સમર્પણ વિના સ્વીકાર કઈ રીતે થાય ? અનુમોદના ધર્મ. બહુ અઘરો છે એ : જ્યારે આપણે આપણી શક્તિથી કરવા જઈએ ત્યારે. પ્રભુની કૃપાથી જયારે એ થાય ત્યારે સરળ, સરળ છે. ૭૪ ૬ મોક્ષ તમારી હથેળીમાં ભીનાશનો દરિયો ૭૫

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93