Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 37
________________ અનુમોદના ધર્મ. એ અસીમ પણ છે. અઘરો પણ. અઘરો એ સંદર્ભમાં છે કે અહીં અહંકારને તોડવાની વાત છે. પોતાના નાનામાં નાના ગુણને મોટો કરીને જોવાયો છે. પણ બીજાના મોટામાં મોટા ગુણને નજરઅંદાજ જ કર્યો છે. ‘મેં સાધના કરી...' આમાં સાધના તો બહુ નાના ફલક પર હોય છે. ‘હું'નો જ વ્યાપ મોટો રહેતો હોય છે. આપણે ત્યાં એક કહેવત છે : ‘કમાડ કરતાં ઉલાળો ભારે...’ સાધનાજગતમાં એવું જ થયું ને ! સાધના હતી બહુ નાની. પણ ‘હું’ મોટું હતું ને ! અને એ ‘હું’ની માયાજાળમાં બીજાના ગુણો દેખાયા જ નહીં. તો, અનુમોદના અઘરી જરૂર છે, પણ પ્રભુની કૃપાથી એ થશે જ. ‘પરમમુળગુત્તઞરહંતાવિસામસ્ત્યો...' આપણી તાકાત નથી કે અનુમોદનાના પ્રવાહમાં આપણે વહી શકીએ. પરંતુ પ્રભુની કૃપા હોય તો....! તો અઘરું શું છે ? કંઈ જ નહીં. ‘એ’ કરાવે તો જ કંઈક થાય; ‘હું’ કરવા જાઉં તો કંઈ ન થઈ શકે. .. અનુમોદના : ગુણદૃષ્ટિ. પ્રભુની કૃપાથી આ દષ્ટિ ઊઘડે. બીજાના ગુણો દેખાયા કરે. અને દરેક વ્યક્તિમાં ગુણવૈભવ તો હોય જ છે ને ! માત્ર એને જોવાની દૃષ્ટિ જોઈએ. પ્રભુ એ ચક્ષુ આપે ને ! ‘ચક્ષુદયાણું.' ૭૨ મોક્ષ તમારી હથેળીમાં ગુલાબને તમે જોશો ત્યારે કાંટા ય જોડે દેખાશે. બેઉનું સહચર્ય હોય છે ને ! પણ તમે એ દૃશ્યને કઇ રીતે જોશો ? ગુલાબમાં કાંટા ભોંકાઇ રહ્યા છે એવું જોશો તો તમને ગ્લાનિ થશે. પણ કાંટામાં ગુલાબ કેવું મઝાનું ખીલ્યું છે એવું જોશો તો...? તો પ્રસન્નતા થશે. બીજા સાધકમાં રહેલ ગુણો કઈ રીતે જોઈ શકાય એની મઝાની ઘટના યાદ આવે છે. મુંબઈમાં એક સાધકે સોળભત્તું કરેલ. પર્યુષણના પારણાના દિવસે તેનું પારણું હતું. આમંત્રણ પત્રિકા સંબંધીઓને પહોંચી. એક સંબંધી ઉત્તર ગુજરાતના એક શહેરમાં હતા. પત્રિકા મળી, પણ ત્યાં મહાત્મા ચાતુર્માસાર્થે બિરાજમાન. અને પર્યુષણ પછીય રથયાત્રા, તપસ્વી બહુમાન આદિ કાર્યક્રમો હતા. એ ભાઇએ વિચાર્યું કે અઠવાડિયા પછી મુંબઈ જવાનું છે ત્યારે તપસ્વીની શાતા પૂછતો આવીશ. મુંબઈ જવાનું થયું. તપસ્વીને ત્યાં પહોંચતાં રાતના દશ વાગી ગયા. પેલા ભાઇ તો પારણા પછી ઑફિસે જતા થઇ ગયેલા. ને રાત્રે પોણા દશે આવી ડાઇનિંગ ટેબલ પર બેસી ભાખરી-શાક ખાઇ રહ્યા હતા. અને પેલા ભાઇ શાતા પૂછવા આવ્યા. એમને આ દૃશ્ય જોતાં કેવી ભાવાનુભૂતિ થઇ એ પછી કહું; સામાન્યતયા કયો વિચાર આવે ? કદાચ એ વિચાર આવે કે લો, આ સોળભત્તું કર્યું કે લજવ્યું ? સવારે નાસ્તો કર્યો હશે. બપોરે ટિફિનના રોટલી-શાક ખાધા હશે. ભીનાશનો દરિયો ૭૩

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93