Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 46
________________ અનુમોદનાની આ સાધના આપણા કર્તૃત્વની ધૂળને કેવી તો આસાનીથી દૂર કરી દે છે ! કર્તૃત્વની પાટીના લિસોટા પર અનુમોદનાનાં જળબિંદુઓ લાગ્યાં અને પેલા લિસોટા થયા છૂ ! સાધનાની પ્રાપ્તિના ચરણની પ્રાપ્તિ કરાવ્યા પછી અનુમોદના નિરતિચાર સાધનાની પ્રાપ્તિ કરાવે છે. સમ્યક્ નિરતિચારા અનુમોદના. ચોથું વિશેષણ અનુમોદનાનું. જાગૃતિ એટલી પ્રબળ હશે કે અતિચારો / દોષો લાગશે નહિ. આમ પણ, સાધના એટલે ક્ષણક્ષણની જાગૃતિ જ છે ને ! સાધક પાસે હોય છે આવી જાગૃતિ. પ્રમાદ કે અહંકાર આદિ કોઈ પણ દોષ લાગવાની ક્ષણની પૂર્વે જ જાગૃતિ મુખરિત બની જતી હોય છે અને નિરતિચાર સાધનાની ધારા ચાલ્યા કરે છે. ... પ્રારંભિક સાધક પાસે હોય છે સાધનાની આ ત્રિપદી : આન્તરનિરીક્ષણ, સંકલ્પ, જાગૃતિ. બની શકે કે આવેગની પળોમાં ગુસ્સો આવી ગયો કે આસક્તિ તીવ્ર બની ગઈ; રાત્રે નીરવ શાંતિની પળોમાં સાધક બેસશે ત્યારે એને પોતાની ભૂલ દેખાઈ આવશે. અને એ નક્કી કરશે કે હવે આ ભૂલની પુનરાવૃત્તિ ન થવી જોઈએ. કમ સે કમ, એક મહિના સુધી તો નહિ જ. આન્તરનિરીક્ષણની પળો પછી આવેલ આ સંકલ્પ. હવે જોઈશે જાગૃતિ. જ્યારે રાગ, દ્વેષ કે અહંકારને ઊઠવાની ક્ષણો ૯૦ મોક્ષ તમારી હથેળીમાં આવશે ત્યારે જાગૃતિ મુખરિત બની જશે : નહિ, આ નથી જ કરવાનું. સાધનામાં દીર્ઘ અભ્યાસને કારણે એક કુશળતા આવશે, જેને કારણે પણ સાધના નિરતિચાર બનશે. શિખાઉ ડ્રાઈવર અને કુશળ ડ્રાઈવર; કેટલો બધો ફરક છે ! શિખાઉ ડ્રાઈવર ઘણીવાર મુંઝાઈ પણ જાય; ક્યારેક એક્સિડેન્ટ પણ સર્જાઈ શકે; કુશળ ડ્રાઈવર માટે તો કહેવાય કે એ ગાડીને ડ્રાઈવ કરતો નથી. ગાડી આપમેળે ચાલ્યા કરે છે. એટલે જ, સાધનામાં નિરન્તર અભ્યાસ, દીર્ઘકાલ અભ્યાસ અને સત્કારપૂર્ણ અભ્યાસની વાત કરાયેલી છે. લાંબા સમયથી, વર્ષોથી સાધના ઘૂંટાયા કરાવી જોઈએ. એ પણ નિરન્તર. એટલે કે થોડા દિવસ ઘૂંટી અને થોડા દિવસ ન ટી એમ નહિ; સાતત્યપૂર્ણ અભ્યાસ જોઈએ. અને એ અભ્યાસ માત્ર કાયાના સ્તરનો અભ્યાસ એમ નહિ; હૃદયનો ભાવ એમાં ભળવો જોઈએ... અનુમોદના હોય વિધિપૂર્વિકા. અનુમોદના હોય શુદ્ધ આશયવાળી. અનુમોદના હોય અનુમોદનીય તત્ત્વની સાધનાની પ્રાપ્તિ પૂર્વકની. ૪. મેં તુ દીર્ઘાન-નૈનયં-સારાસેવિતો રતભૂમિ: । - પાતંજલ યોગસૂત્ર ભીનાશનો દરિયો ૯૧

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93