Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 45
________________ નદીમાં તરનારાઓનો એક અનુભવ હોય છે કે એમણે કશું કરવાનું હોતું નથી. નદીનો પ્રવાહ એમને વહાવ્યા કરે છે. અનુમોદના આ જ કામ કરે છે. યાદ આવે પ્રભુ મહાવીર દેવની અનરાધાર કૃપાવર્ષાની એક ઘટના. ચંડકૌશિક સર્પને પ્રભુએ પ્રતિબોધિત કર્યો. પ્રતિબુદ્ધ થયો એ સર્પ. હિંસાની ધારામાંથી એ અહિંસાની, પરમ અહિંસાની ધારામાં આવ્યો. પોતાની આંખોમાં રહેલ ઝેર વડે હજારોને ખતમ કરનાર એ સર્પ એવો તો અહિંસક બન્યો કે ભરવાડણો દ્વારા થયેલ દૂધ-ઘીનાં છાંટણાંની સુગંધ વડે આવેલ હજારો કીડીઓ એના શરીરે ચોટી ગઈ ત્યારે પણ એ સાપ પૂંછડી પટપટાવતો નથી કે શરીરને હલાવતો નથી; પેલી કીડીઓની રક્ષા માટે જ તો ! પ્રભુ દ્વારા મળેલ સાધનાને એણે સ્વીકારી. પછીની ઘટના અદ્ભુત છે. પ્રભુ પંદર દિવસ સુધી ત્યાં જ રોકાયા : પોતાનાં દિવ્ય આન્દોલનો વડે એની સાધના સુરક્ષિત રહે એ માટે. સર્પનું નિધન થયું, પછી પ્રભુ આગળ પધાર્યા. સાધના આપે સદ્ગુરુ. સાધનાને ઘૂંટાવે સદ્ગુરુ. સાધનાને સાધકના અસ્તિત્વ સાથે એકમેક બનાવે સદ્ગુરુ. સાધક શું કરે ? સદ્ગુરુના આ પ્રદાનને એ ઝીલે. એ ઝીલવાની ક્ષણો બને હર્ષાશ્રુથી ભીની, ભીની. સાધકનો માર્ગ છે આ ભીનાશ. પોતે વહાવેલ આંસુની ધારા એ જ છે સાધકનો માર્ગ. આંસુના પૂરમાં બસ, વહ્યા જ કરવાનું છે... અનુમોદનાની આ ધારા સાધક પાસે તો છે જ. એને સાધનાનું હાર્દ આપનાર સદ્ગુરુ પાસે પણ એ જ છે. સૂત્રોના યોગોદ્રહનની પ્રક્રિયામાં જ્યારે શિષ્ય કહે છે કે મને સૂત્ર આપો ! ત્યારે સદ્દગુરુદેવ એમ નથી કહેતા કે હું તને આ સૂત્ર આપું છું; પણ તેઓ કહે છે : “ખમાસમણાણું હત્યેણું...' ગુરુઓના (અતીતના સદ્દગુરુઓના) હાથે હું આ સૂત્ર તને આપું છું. સદ્ગુરુ કહેવા માગે છે કે ગુરુઓની પરંપરા વિના ગણધર ભગવંતે રચેલ આ સૂત્ર મારી પાસે પણ ક્યાંથી આવત ! આવી જ એક વાત પરંપરામાં છે. શિષ્ય (પાક્ષિક ખામણામાં) જ્યારે કહે છે કે, ગુરુદેવ ! આપે મને સૂત્ર, પદ આદિનું જ્ઞાન આપ્યું... હું આપનો ખૂબ ખૂબ ખૂબ આભારી છું. ત્યારે ગુરુદેવ કહે છે : “આયરિયસંતિય...' આમાં મારું પોતાનું કંઈ જ નથી. ગુરુદેવોએ મને આપેલું હું તને આપું છું. કર્તુત્વની ધારા છૂટે. અનુમોદનાની ધારામાં રહેવાનું ચાલ્યા કરે. ૮૮ % મોલ તમારી હથેળીમાં ભીનાશનો દરિયો જ ૮૯

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93