Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 43
________________ બાળમુનિની આ સાધનાને જોઈ એમનું હૃદય ભીનું, ભીનું થઈ ગયું. રૂમે જઈ ધર્મલાભ કહ્યો. મા એકાસણું કરવા બેઠેલ. બધી તપેલી બાજુમાં... ‘ધર્મલાભનો અવાજ સાંભળ્યો. અરે, મારા લાડલા બાળમુનિ આજે તો વહોરવા આવ્યા છે ! કહ્યું : ‘પધારો !” બાળમુનિ બહુ જ વિચક્ષણ હતા. એક ક્ષણમાં માની થાળી પર નજર પડતાં જ ચોંક્યા. માને એકાસણું છે, તો પછી લુખ્ખી-સૂકી રોટલી કેમ ? માને પૂછે છે બાળમુનિ : ‘તમારે શું છે આજે? એકાસણું કે આયંબિલ ?' ‘એકાસણું.” તો પછી લુખ્ખી રોટલી કેમ ?” સમ્યફ શુદ્ધાશયા અનુમોદના. અનુમોદનામાં કેટલું વૈવિધ્ય આવે છે ! એક સાધક કેટલા યોગોમાં નિષ્ણાત હોય ? બે-ચાર યોગોમાં... એ સાધક બીજાઓને કેટલા યોગોમાં જોડી શકે ? નિશ્ચિતરૂપે, બે-ચાર યોગોમાં. જ્યારે અનુમોદના તમે અનેક યોગોની કરી શકો. કો'ક ભક્તની પ્રભુભક્તિની અનુમોદના... કો'ક સાધકની કાયોત્સર્ગ સાધનાની અનુમોદના. આ જ રીતે ધ્યાન, સ્વાધ્યાય, વૈયાવચ્ચ... કેટલા બધા યોગો ! આ બધા યોગોની અનુમોદના... કેટલું તો વૈવિધ્ય અનુમોદના ધર્મનું... આવી અનુમોદનાની સાધના શુદ્ધ આશયવાળી જ હોય ને ! પણ એમાં મહત્ત્વ અનુમોદકનું નહિ, તે તે મહાત્માના ગુણોનું છે. એક તત્ત્વશે કહ્યું છે : સંતોના ગુણોને જોઈ આપણે પ્રસન્ન બનીએ કે એમનાં ગુણગાન કરીને તેમાં મહત્ત્વ આપણું નથી; મહત્ત્વ એ સંતોના ગુણોનું છે. હા, બહારથી ગુણહીન જેવા દેખાતા કોઈ વ્યક્તિત્વના છૂપા ગુણોને જોઈ તમે પ્રસન્ન બનો ત્યારે તમારું મહત્ત્વ પ્રગટ થઈ શકે. માને લાગ્યું કે એમને માટે જ તો નિયમ લીધો છે. પત્તાં ખુલ્લાં કરવામાં વાંધો નથી. માએ કહ્યું : ‘તમે ત્રણ હજાર નવી ગાથા કંઠસ્થ ન કરો ત્યાં સુધી છ વિગઈનો મારે ત્યાગ છે.” બાળમુનિએ કહ્યું : “અરે, આટલી જ તો વાત છે ને !” વહોરીને તેઓ ઉપાશ્રયે ગયા. અને એ દિવસથી ધૂણી ધખાવી દીધી અભ્યાસની. રોજની ત્રણસો અને ચારસો ગાથાઓ... આઠ દિવસમાં ત્રણ હજાર ગાથા નવી કંઠસ્થ કરી લીધી. માને કહ્યું : ત્રણ હજાર ગાથા નવી પૂર્ણ થઈ. તમારો નિયમ આજે પૂર્ણ થયો. માની આંખમાં હતાં હર્ષાશ્રુ. ૮૪ જેક મોલ તમારી હથેળીમાં ભીનાશનો દરિયો ૮૫

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93