Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 30
________________ ‘હોય છે પરં સંગો...’ મને સદ્ગુરુ સાથે સંયોગ થાઓ ! સદ્ગુરુ પ્રત્યેનું બહુમાન. જે ‘તન્વયનસેવા' - સદ્ગુરુવચન પાલના - માં ફેરવાશે. સદ્ગુરુવચનનો સ્વીકાર ભક્તિની મઝાની ચાદર પર થશે. એ ભક્તિમાં સદ્ગુરુની અપાર શક્તિની અનુભૂતિ હશે. સદ્ગુરુવરે કહ્યું. હવે એમની શક્તિ જ આ કાર્ય કરાવશે એમ અનુભવાશે અને તેથી તત્કાલીન પોતાની શક્તિ માટે અશક્ય જેવું કાર્ય હશે તો પણ શિષ્ય કરશે. ‘મારે ક્યાં કંઈ કરવાનું છે ? “એ” કરાવશે...’ આવી અનુભૂતિ શિષ્યની હોય છે. મારા ગુરુદેવ પૂજયપાદ ઙૐકારસૂરિ મહારાજાની દીક્ષાને ત્રણેક વર્ષ થયેલા. અને દાદાગુરુદેવ પૂજયપાદ ભદ્રસૂરિદાદાએ કહ્યું : કારવિજય ! આજે તારે પ્રવચન આપવાનું છે. ગુરુદેવે દાદાગુરુદેવની આજ્ઞા સ્વીકારી. પ્રવચન આપ્યું. પાછળથી આ ઘટનાનું વર્ણન કરતાં ગુરુદેવ કહેતા : મારે ક્યાં કંઈ બોલવાનું હતું ? ગુરુદેવ મારે કંઠેથી બોલવાના હતા ને ! શિષ્યનું સાક્ષી તરીકે પ્રગટવું; સદ્ગુરુના સાધનામાર્ગના પૂરેપૂરા કર્તુત્વની અનુભૂતિ સાથે; એ જ તો સદ્ગુયોગ છે ને ! તકલીફ ત્યારે શરૂ થાય છે જ્યારે સાક્ષી કર્તા બની જાય છે અને કર્તાને સાક્ષી તરીકે કલ્પવામાં આવે છે. અને આવું થાય છે ત્યારે શિષ્યની દેખીતી ઉચ્ચ કક્ષાની સાધના પણ પરિણામલક્ષી બની શકતી નથી. અરણિક મુનિ વેશ્યાને ત્યાંથી આવ્યા. સદ્દગુરુએ તેમના મસ્તક પર હાથ ફેરવી શક્તિપાત કર્યો અને સાધનાજગતના શિખર પર મુનિ આરૂઢ થયો. સવાલ એ થાય કે અરણિક મુનિ એ હતા. ગુરુદેવ એ હતા. શક્તિપાત પહેલાં કેમ ન થયો ? જવાબ એ મળે છે કે ગુરુદેવ તૈયાર હતા શક્તિપાત કરવા. અરણિક મુનિ તેને ઝીલવા તૈયાર નહોતા. શું હોય શક્તિપાત ઝીલવા માટેની સજજતા ? એ છે અહોભાવની તીવ્રતા. પ્રારંભિક સાધનાજીવનમાં અરણિક મુનિ માનતા હતા કે સાધના મારે કરવાની છે. ગુરુદેવ તો માત્ર સાક્ષી છે. સાધના-તપશ્ચર્યા આદિની ઈચ્છા હું કરું, ગુરુદેવની અનુમતિ લઈ તે સાધનાને હું આત્મસાત્ કરું. કેવી મોટી ભૂલ થઈ ! જે કર્યા છે સાધના જગતમાં, સદ્ગુરુ; તેમને સાક્ષી માની લેવામાં આવ્યા. જે સાક્ષી હતો, સાધક; તે કર્તા બની બેઠો ! વેશ્યાને ત્યાંથી પાછા ફર્યા પછી અરણિક મુનિને સમજાયું કે ગુરુચરણો વિના એક ક્ષણ પણ રહી શકાય નહિ. ગુરુદેવ પ્રત્યે અત્યંત બહુમાનભાવ પ્રગટ થયો. ગુરુદેવ કરાવે તો જ સાધના થઈ શકે, એમની કૃપાથી જ સાધનામાર્ગે એક ઇંચ કે એક સેન્ટિમિટર આગળ ધપી શકાય. એમની કૃપા વિના એક ડગલું પણ સાધનામાર્ગે ભરી ન ૫૮ % મોષ તમારી હથેળીમાં પ્રાર્થનાનું ઊંડાણ જ પ૯

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93