Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 32
________________ લીચિ કહે છે : દીક્ષાનો વિચાર તો છે જ. પણ ક્યાં લેવી, કોની પાસે લેવી, ક્યારે લેવી એ અવઢવમાં છું. અને ગુરુએ વેગીલી ફૂંક લગાવી : વાહ ! તું ખરો માણસ છે. જે બુદ્ધિએ તને અગણિત જન્મોમાં દુર્ગતિમાં રખડાવ્યો; એ બુદ્ધિને તું પૂછે છે કે ક્યાં લેવી, ક્યારે લેવી દીક્ષા... વાહ ! બસ, રાખ ઊડી ગઈ. વૈરાગ્યનો અંગારો ધધકવા લાગ્યો. એણે કહ્યું : ગુરુદેવ ! આપને યોગ્ય લાગે ત્યારે દીક્ષા આપો... મારા તરફથી હું તૈયાર છું. ગુરુએ લીચિને દીક્ષિત કર્યો. પરમાત્મસંયોગ, સદ્ગુરુસંયોગ અને કલ્યાણમિત્રસંયોગ મને થાઓ એવી પ્રાર્થના સુપ્રાર્થના હો ! સરસ રીતે વાતને આગળ વિસ્તારવામાં આવી : સત્સંયોગની આ પ્રાર્થના શાબ્દિક ન રહેવી જોઈએ. મારું પૂરું અસ્તિત્વ એમાં ભળેલું હોય. અને ત્યારે પ્રાર્થના સુપ્રાર્થના બને. પ્રાર્થનામાં ઊંડાણ આવે છે આંસુથી અને તન્મયતાથી, તન્મયતા. દોડે છે પાર્દિ સંગોm... પ્રભુ સાથે, સદ્ગુરુ સાથે અને કલ્યાણમિત્ર સાથે મને સંયોગ હો ! કલ્યાણમિત્ર... ‘તે'મય - પ્રભુમય બની ઊઠવું. ‘હું'મયતામાંથી ‘તે'મયતા તરફ જવું.. એક ઘટના યાદ આવે છે. વિલાયત ખાનનું સંગીતના ક્ષેત્રે અણમોલ પ્રદાન છે. એમના જીવનની એક ઘટના... નાનપણમાં સંગીતજ્ઞા મા દીકરાને રીયાઝ કરવા ઉઠાડે. ગરીબી ઘરમાં ભરડો લઈ ગયેલી. શિયાળાની રાતમાં ન પૂરતું ઓઢવાનું મળ્યું હોય. સવારે ઊઠ્યા પછી ન તાપણે તાપવાનું મળે. ન સ્વેટર જેવું કંઈ પહેરવા મળે. ઠંડીમાં શરીર ધ્રૂજતું હોય અને મા એને રીયાઝ કરાવરાવે : “સા...રે..........” વિલાયત ખાન કહેતા : મા ! ઠંડીથી શરીર ધ્રૂજે છે. અત્યારે શી રીતે રીયાઝ કરું ? નથી તાપણું, નથી કંઈ ઓઢવાનું. આવી હાલતમાં કઈ રીતે રીયાઝ થાય ? જે સતત કલ્યાણમાર્ગે જ જવાની પ્રેરણા આપ્યા કરે. સૌભાગ્યથી આવા કલ્યાણમિત્રોનો સંયોગ થાય છે... કલ્યાણમિત્ર સાથે સદા મારો સંયોગ હો. होउ मे एसा सुपत्थणा । ૬૨ % મોષ તમારી હથેળીમાં પ્રાર્થનાનું ઊંડાણ જ ૬૩

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93