Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 21
________________ તેમના મનમાં એક ગાથાસૂત્ર રમતું હોય છે : ‘અને બિળેદિ..' પ્રભુએ કેવી નિર્દોષ ભિક્ષાચર્યા આપી છે ! મોક્ષના સાધનરૂપ દેહનું પોષણ થાય અને વિરાધના થાય નહિ... કાયા ગોચરી વાપરતી હોય... મન હોય અસંગભાવમાં કેવી મઝા ! એક મુનિવૃન્દ વિહારયાત્રામાં હતું. સામેથી બીજું મુનિવૃન્દ આવી રહ્યું છે. ખૂબ પ્રેમથી વન્દનાદિ થયાં. એ પછી એક મુનિવરે પૂછ્યું : ‘તમે જ્યાંથી આવો છો, ત્યાં અમારે જવાનું છે. તો તમે કાલે રહેલા એ ઉપાશ્રય કેવો હતો ? ગરમીના આ દિવસોમાં હવા આવે એવો હતો કે કેમ.' પેલા મુનિવરે ઉત્તર આપતાં કહ્યું : ‘સાહેબજી, અમે તો એ ઉપાશ્રયમાં ગયા. વસતિ યાચી. કાજો લીધો. સૂત્ર પોરિસી, અર્થ પોરિસી, દર્શન, ગોચરી, પ્રતિલેખન, સ્વાધ્યાય કર્યા. સાહેબજી ! તે ઉપાશ્રયમાં બારીઓ આદિ કઈ દિશામાં કે કેટલી હતી, તેનો બિલકુલ ખ્યાલ નથી. હા, સ્વાધ્યાય સમી સાંજ સુધી થઈ શક્યો'તો, એટલે પ્રકાશ આવતો'તો...' શરીરના સંગથી કેવી આ પર દશા ! અને તો જ સાધનાનો આનંદ માણી શકાય ને ! ૪૦ મોક્ષ તમારી હથેળીમાં પૂજ્યપાદ દાદાગુરુદેવ સંઘસ્થવિર આચાર્ય ભગવંત સિદ્ધિસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય હતા પૂજ્યપાદ મેઘસૂરીશ્વરજી મહારાજ. મેઘવિજય મહારાજની દીક્ષા પછીનું પ્રથમ ચાતુર્માસ રતલામમાં. ગુરુદેવે તેમને પૂરા દિવસનો સાધનાક્રમ ગોઠવી આપેલો... ગુરુદત્ત સાધનાક્રમાનુસાર તેઓશ્રી સવારે આવશ્યક ક્રિયા કરી સૂત્ર પોરિસી, અર્થ પોરિસી કરતા. મધ્યાહ્ને પ્રભુદર્શન. એકાસણું, પ્રતિલેખન. ફરી સાંજ સુધી સ્વાધ્યાય. તેમના સ્વાધ્યાય માટેની જગ્યા પણ ગુરુદેવે નક્કી કરી આપેલી. પૂ. મેઘવિજય મહારાજ મધ્યાહૂને દેરાસરે જાય ત્યારે ત્યાં લગભગ કોઈ ન હોય. સાંજે પ્રતિક્રમણ સમયે ઉપાશ્રયમાં અંધારું હોય... મઝાની ઘટના એ ઘટી કે કાર્તિકી પૂર્ણિમાના દિવસે વિહાર સમયે ભેટ બાંધીને તેઓ નીકળ્યા ત્યારે લોકો એકબીજાને પૂછવા લાગ્યા : આ મહાત્મા કોણ ? ચાતુર્માસમાં તો એમને ક્યાંય જોયા નથી. કેવી લોકવિમુખતા ! ચાતુર્માસ કરીને એક મુનિવૃત્ત્ત શંખેશ્વર મહાતીર્થમાં આવ્યું. નૂતન મુનિરાજ એક હતા એ વૃન્દમાં. બે-ત્રણ વર્ષના દીક્ષા પર્યાયવાળા... જેમને ગોચરીએ જવાનું નહોતું. દેરાસર બાજુમાં જ હતું. શંખેશ્વર તીર્થમાં ચાતુર્માસવાળા ગામના એક ભાઈ આવેલા. તેમણે આ નૂતન મુનિરાજને જોયા. તેઓ ઓળખી ગયા. પૂછ્યું : સાધનાની સપ્તપદી ૪૧

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93