Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 27
________________ અને તો, ક્રિયા પછી રહેશે કેફ... વાહ ! કેવો આનંદ આવી ગયો !? પ્રાર્થના...ભક્તની પ્રાર્થના છે; ‘હોય છે પર્દ સંગોળો...પ્રભુ! મને તારી જોડે અને સદ્ગુરુઓ તથા કલ્યાણ મિત્રો જોડે સંયોગ થાઓ ! ‘તૃપ્ત થતો તું મુજ ગીતરાગે, ગીત તને વહાલાં મુજ લાગે...' પ્રભુ ! આ મારી કલ્પના છે કે વાસ્તવ ? શું ખરેખર તને મારાં ગીતો ગમે છે ? નારદઋષિ જ્યારે કહે છે કે તને ભીના, ભીના શબ્દો ગમે છે ત્યારે આશ્વાસન મળે છે. ભક્તોની વાણીને એમણે ભીની, ભીની કહી છે. પ્યારું સૂત્ર ‘ભક્તિસૂત્ર’માં આવ્યું : Mવરોધરોમાન્થાશ્રમ: परस्परं लपमाना: पावयन्ति कुलानि पृथिवीं च । ગળેથી વહેતાં ડૂસકાં, નયનોથી વહેતાં નીર અને શરીરના રોમાંચ વડે ભક્તો પ્રાર્થના કરે છે. સગુયોગ. સદ્દગુરુ સમર્પણ. આર્ય સુહસ્તિસૂરિજી મહારાજના બે શિષ્યો ભિક્ષાએ નીકળેલા. એક ઘરેથી વહોરીને તેઓ બહાર નીકળ્યા અને એક ભિક્ષુકે કહ્યું : મહારાજ સાહેબ ! મને થોડુંક ખાવાનું આપો. હું ભૂખ્યો છું. મુનિવરોએ કહ્યું : ભાઈ ! અમે તો ભિક્ષા ભેગી કરનાર છીએ. આ ભિક્ષા પર અધિકાર અમારા ગુરુદેવનો છે. ભિક્ષુક ઉપાશ્રય આવ્યો. ગુરુદેવને વિનંતી કરી : મને ખાવાનું આપો ? ગુરુદેવે જ્ઞાનથી જોયું : ઓહ ! આ તો ભવિષ્યનો, આવતા જન્મનો સમ્રાટ સંપ્રતિ ! આ પ્રાર્થના ભક્તને પરમ સમીપે પહોંચાડે છે. પ્રાર્થના પ્રભુનાં ચરણોમાં ભક્તને બેસાડે છે. ‘મનથી જ્યાં હું પહોંચી ન શકતો, ચરણો તે ગીત થકી સ્પર્શી શકતો...” ગુરુદેવે કહ્યું : ભોજન તને મળશે. પણ વિધિ કરવી પડશે. ભિક્ષુકે કહ્યું : વિધિ જે કરવી હોય તે કરો. મને જમવાનું આપો. ગુરુદેવે દીક્ષા આપી. વાપરવા બેસાડ્યા ભિક્ષુક મુનિરાજને. અનેક શિષ્યો હતા ગુરુદેવને. એક પણ શિષ્યને એ સવાલ નથી થયો કે આ રીતે ભિક્ષુકને દીક્ષા કેમ આપી શકાય ? સદ્ગુરુને જે ઠીક લાગે તે કરી શકે, Guru is the supreme boss. પ૨ = મોલ તમારી હથેળીમાં પ્રાર્થનાનું ઊંડાણ ૪ ૫૩

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93