Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 26
________________ સઘળાં સાધન આરાધન મારાં, પંખી સમ ઊડવા ઝંખે... એ પ્રવાહમાં મારી સાધના પણ વહેશે. “સઘળાં સાધન આરાધન મારાં, પંખી સમ ઊડવા ઝંખે...” આ તારો જ પ્રભાવ છે, પ્રભુ ! પિપીલિકા ગતિ સાધનાની જે હતી, તે વિહંગમ ગતિમાં ફેરવાઈ છે. સાધનાની બે ગતિ છે : પિપીલિકા ગતિ અને વિહંગમ ગતિ. પિપીલિકા એટલે કીડી... સાધના મન્થર ગતિએ, ધીમે ધીમે ચાલતી હોય ત્યારે એને પિપીલિકા ગતિ કહેવાય છે. અને જ્યારે સાધના એક પડાવેથી બીજા પડાવે કૂદે છે, ત્યારે એને વિહંગમ ગતિ કહેવામાં આવે છે. ‘સઘળાં સાધન આરાધન મારાં, પંખી સમ ઊડવા ઝંખે...' પ્રભુ ! મારે મારી સાધનામાં વેગ લાવવો છે. જોઈએ છે તારી કૃપા. તૃપ્ત થતો તું મુજ ગીતરાગે, ગીત તને વહાલાં મુજ લાગે... જાણું છું આ ગાનના જ બળે, બેસી શકું છું તવ સન્મુખે... મનથી જયાં હું પહોંચી ન શકતો, ચરણો તે ગીત થકી સ્પર્શી શકતો, સ્વરની ધૂનમાં ભૂલીને નિજને, ‘બંધુ' કહી સંબોધું પ્રભુજીને... | (અનુવાદ : પ્રસાદ બ્રહ્મભટ્ટ) પ્રાર્થના પ્રભુ કરાવે છે... (હોઉ મે એસા સુપત્થણા.) ભક્તની કેવી મઝાની આ ભક્તિ ! ભક્તિમાં હોવાની આ ક્ષણો... ‘બન્ને આંખો મુજ થતી છલોછલ...’ આંખનાં એ આંસુ જ કંઈક કહી શકે... શબ્દોમાં એ કઈ રીતે વ્યક્ત થઈ શકે ? અને એ આંસુની ધારમાં, એ ગાનના વહેવામાં કંઈક વહી જાય છે. ‘કઠોર, કટુ છે જે મુજ પ્રાણે, પીગળી જાય અમૃતમય ગાને...' વિગ. ઉત્સાહ, સાધના કરું અને ભીતરથી ઝંકાર પ્રગટે. એક એક ક્રિયા સમયે આ સાધનાત્રિપદી આપણી પાસે હોવી જોઈએ. ક્રિયા કરતાં પહેલાં ઉત્સાહ, થનગનાટ... ‘પ્રભુએ કહેલી અમૃત ક્રિયા કરવા મળશે. પ્રભુના પ્યારા શબ્દો સાંભળવા મળશે...” ક્રિયા સમયે તન્મયતા. મન પૂરેપૂરું એમાં ભળેલ હોય. ૫૦ % મોક્ષ તમારી હથેળીમાં પ્રાર્થનાનું ઊંડાણ કી ૫૧

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93