Book Title: Moksh Tamari Hathelima Author(s): Yashovijaysuri Publisher: Omkarsuri Gyanmandir Surat View full book textPage 8
________________ ૨ સાધનાની સપ્તપદી ગીતાંજલિમાં શ્રી રવીન્દ્રનાથ ટાગોર કહે છે : મુજ સકલ અંગો પર તારો સ્પર્શ લાગેલો જ છે દિવસ-રાત યાદ રાખી સદા એ વાત રાખીશ મુજ શરીર હંમેશાં પવિત્ર, પ્રાણેશ્વર... મારા મનમાં વિરાજે છે તું, હે પરમ જ્ઞાન ! સદા સ્મરણમાં રાખી એ મારા સર્વ ધ્યાન અને સર્વ વિચારોમાંથી સર્વ પ્રયત્ન હું રાખીશ દૂર સર્વ મિથ્યાને... મુજ હૃદયમાં રહ્યું છે તારું અચલ આસન ધ્યાનમાં રાખી એ કરીશ હું શાસન સકલ કુટિલ દ્વેષ અને સર્વ અમંગલ પ્રેમને રાખીશ સદા પ્રફુલ્લ, નિર્મલ... સર્વ કર્મોમાં પ્રવર્તે છે તવ શક્તિ એમ જાણી સકલ કર્મોમાં પ્રગટાવવા તને કરીશ મથામણ...” પ્રભુ ! મારા સર્વ અંગો પર, મારા અસ્તિત્વ પર તારો સ્પર્શ છવાયેલો છે. એટલે હવે હું હું ન રહ્યો, બરોબર ને ? સતત આ વાત મારા સ્મૃતિ પટ પર રહે છે કે મારા નાથનો હાથ મારા અસ્તિત્વ પર ફરી રહ્યો છે અને એથી અપવિત્રતા મારી નજીક પણ ક્યાંથી ટૂંકી શકે ? અને જે હતી અપવિત્રતા, એ તારા પુનિત સ્પર્શે ખરી ગઈ. સાધના... પરમાત્માનો પ્યારો, ખારો સ્પર્શ. રોમે રોમે પરમ સ્પર્શ. અસ્તિત્વના છેલ્લા પ્રદેશ સુધી પરમનો સ્પર્શ મળે તે સાધના. એ સાધના હૃદયને નિર્મલ બનાવે. શુભમાંથી શુદ્ધમાં સાધકને એ પ્રતિષ્ઠિત કરે. ૧૪ જે. મોક્ષ તમારી હથેળીમાં સાધનાની સપ્તપદી જે ૧૫Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 93