Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 11
________________ આ માણેકચંદ તે જ બીજા જન્મમાં થાય છે માણિભદ્ર યક્ષરાજ. મુનિરાજની કેવી ગાઢ પ્રશમ દશા ! પ્રશાન્ત ચિત્તવૃત્તિ. પ્રશાન્તવાહિતા. ત્રિલોચનસૂરિ મહારાજ આપણા યુગમાં થયા. એકવાર તેઓ વિહાર કરી રહ્યા હોય છે. શિષ્યો આગળ-પાછળ છે. તેવામાં એક ટ્રક તેમની એકદમ નજીકથી પસાર થઈ. સહેજ ધક્કો લાગ્યો. આચાર્ય ભગવંત પડી ગયા. થોડુંક વાગ્યું. ડ્રાઈવર હતપ્રભ બન્યો. એને થયું કે મારી ભૂલ હતી; મેં એકદમ નજીક ટ્રક લઈ લીધેલી. તેણે ટ્રક ઊભી રાખી. તે નીચે ઊતર્યો અને કહ્યું : મહારાજ સાહેબ ! તમને હું હૉસ્પિટલમાં લઈ જાઉં ? ભૂલ મારી હતી... સાહેબે કહ્યું : ભાઈ, મને એવું નથી લાગ્યું કે તરત હૉસ્પિટલાઈઝુડ થવું પડે. હમણાં મારા શિષ્યો આવશે. કદાચ હું નહિ ચાલી શકું, તો તે લોકો સ્ટ્રેચરમાં મને સામે ગામ લઈ જશે. તમે ચિન્તા ન કરો. જે બનવાનું હતું તે બન્યું. તમે નિમિત્તરૂપ નથી આ ઘટનામાં... તમે જતા રહો ! બીજા લોકો આવી જશે અને તમારા ટ્રકનો નંબર લખી ફરિયાદ કરશે તો તમે ઉપાધિમાં પડશો... તમે જતા રહો ! પ્રશમનું ઝરણું સાધકના ચિત્તમાં સતત ખળખળ કરતું વહી રહ્યું હોય. એ ઝરણામાં ચિત્તમાં રહેલી ગંદકી વહી જ જવાની ને ! ચિત્તમાં હોય પ્રશમ; ત્યારે નિમિત્ત જેવી ઘટના હોતી નથી. હું ઘણીવાર કહેતો હોઉં છું કે ભક્તના શબ્દકોશમાં પાને પાને નિમિત્ત શબ્દ છે. “પ્રભુએ મને નિમિત્ત બનાવ્યો અને આ કાર્ય થયું...' જ્યારે સાધકના શબ્દકોશમાં નિમિત્ત શબ્દ જ નથી... ‘આણે આમ કહ્યું કે કર્યું એથી મને ગુસ્સો આવ્યો એવું સાધક નહિ કહે. એ કહેશે કે મારું ઉપાદાન અશુદ્ધ હતું, તેથી મને ક્રોધ આવ્યો.” પરંતગંભીરાસયા...” કેવી મઝાની આ પ્રશમાનુભૂતિ ! પ્રશાન્ત ચિત્તવૃત્તિ. કદાચ નિમિત્તોની અસર થતી હોય તો એવો એક સંકલ્પ કરાય કે દિવસમાં પહેલું જે નિમિત્ત મળશે, એની અસરમાં હું નહિ આવું. સંકલ્પ તીવ્ર હોય, અને બની શકે કે પહેલી જ ઘટના તીવ્ર હોય; હચમચાવી દે તેવી; છતાં એની અસરમાં ન અવાય તો એક આત્મવિશ્વાસ જાગે કે નિમિત્તોથી અપ્રભાવિત બની શકાય. સાત ચરણો પૈકીનું પહેલું ચરણ : ‘પસંતગંભીરાયા...' સાધકની ચિત્તવૃત્તિ પ્રશાન્ત અને ગંભીર જોઈએ. ૨૦ % મોક્ષ તમારી હથેળીમાં સાધનાની સપ્તપદી ૪ ૨૧

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93