Book Title: Mitra Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 13
________________ અલ્પબોધ છે તેમ કહેલ છે. આ મિત્રાદષ્ટિવાળા યોગી કોઈ પણ ધર્મઅનુષ્ઠાનની પ્રવૃત્તિ કરતા હોય, અને આલોક અને પરલોકની આશંસા વગર માત્ર ગુણના રાગથી ઉપયુક્ત થઈને કરતા હોય તો અવશ્ય યોગમાર્ગના બીજોનું આધાન થાય છે. વળી કોઈક નિમિત્તને પામીને મિત્રાદષ્ટિવાળા જીવો આલોક કે પરલોકની આશંસાથી ધર્મમાં પ્રવૃત્તિ કરતા હોય તો ગુણવાન પ્રત્યે ગુણવાનપણાની બુદ્ધિ હોવા છતાં યોગમાર્ગનાં બીજો પડતાં નથી. જીવ જ્યારે ચ૨માવર્તમાં આવે છે ત્યારે જીવમાં મોક્ષમાં જવાની યોગ્યતારૂપ તથાભવ્યત્વનો પરિપાક થાય છે અને તેના કારણે યોગબીજનું વપન થાય છે. મિત્રાદષ્ટિવાળા યોગીઓમાં અવંચક સમાધિ પ્રગટેલી હોય છે, તેના કા૨ણે ગુણવાનને ગુણવાનરૂપે જોઈ શકે તેવી યોગ્યતા હોય છે. તેથી ગુણવાન પુરુષનો યોગ થાય તો ગુણવાન પુરુષના યોગથી તેઓમાં યોગમાર્ગની રુચિ ક્રમસર વધે છે, અને ગુણવાન પુરુષને બદલે અકલ્યાણમિત્રનો યોગ થાય તો તેમનામાં રહેલો મિથ્યાત્વનો ઉદય દૃઢ થાય છે અને તેથી અહિંસાઆદિ ધર્મનું પાલન કરતા હોય તોપણ આગ્રહથી દુષિત થયેલો તેઓનો ધર્મ યોગમાર્ગનું કારણ બનતો નથી. તેથી મિત્રાદષ્ટિવાળા યોગીઓને ઉત્તમ પુરુષનો યોગ થાય તો શીઘ્ર ગુણસ્થાનકની વૃદ્ધિને પામીને મોક્ષને પણ પામે છે અને અકલ્યાણમિત્રનો યોગ થાય તો ઘણા કાળ સુધી યોગમાર્ગથી દૂર પણ ફેંકાઈ જાય છે. તેથી આવા જીવોના કલ્યાણમાં ઉત્તમ પુરુષોનો યોગ મુખ્ય કારણ છે. છદ્મસ્થતાને કારણે પ્રસ્તુત વિવેચનમાં વીતરાગ ભગવંતની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધેત્રિવિધે ‘મિચ્છા મિ દુક્કડં' માંગું છું. વિ.સં. ૨૦૬૦ પ્ર. શ્રાવણ સુદ ૫ તા. ૨૨-૭-૨૦૦૪ મિત્રાદ્વાત્રિંશિકા/સંકલના વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭ Jain Education International પ્રવીણચંદ્ર ખીમજી મોતા For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96