Book Title: Mitra Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 92
________________ મિત્રાદ્વાચિંશિકાશ્લોક-૩૧ પણ=ગુણની વૃદ્ધિમાં પણ રૂદઅહીં મિત્રાદેષ્ટિમાં મુદ્ય =મુખ્ય દુષ્યતે ઇચ્છાય છે. ૩૦ શ્લોકાર્ચ - જેમ ઔષધિઓમાં અમૃત, જેમ વૃક્ષોમાં કલ્પવૃક્ષ, તેમ સસ્કુરુષોનો યોગ ગુણમાં પણ મુખ્ય ઇચ્છાય છે. ૩૦ ભાવાર્થ મિત્રાદષ્ટિવાળા યોગી કલ્યાણના અર્થી હોવાથી યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે તોપણ તેઓની ગુણની વૃદ્ધિમાં પ્રબળ કારણ સત્પરુષોનો યોગ છે. તે વાત દષ્ટાંતથી બતાવે છે – જેમ ઔષધિઓમાં અમૃત મુખ્ય છે, જેમ વૃક્ષોમાં કલ્પવૃક્ષ મુખ્ય છે, તેમ મિત્રાદેષ્ટિવાળા યોગી માટે ગુણવૃદ્ધિમાં સત્પરષોનો યોગ મુખ્ય છે. ૩ી. શ્લોક : विनैनं मतिमूढानां येषां योगोत्तमस्पृहा । तेषां हन्त विना नावमुत्तितीर्षा महोदधेः ॥३१॥ અન્વયાર્થ: વિનં=આના વિના=સપુરુષોના યોગ વિના રેષાં વિમૂઢનાં=જે મતિમૂઢોને યોગોત્તમટ્યૂહsઉત્તમ યોગની પ્રાપ્તિની સ્પૃહા છે, હોં ખરેખર! વિના નાવ નૌકા વિના તેષાં તેઓને મહોરઃ રિતી=સમુદ્રને તરવાની ઇચ્છા છે. ૩૧ ભાવાર્થ - જેમ સાગર તરવા માટે નાવ પ્રબળ કારણ છે, તેમ ઉત્તમ યોગની પ્રાપ્તિ પ્રત્યે સન્દુરુષોનો યોગ પ્રબળ કારણ છે. આમ છતાં કલ્યાણના અર્થી હોવા છતાં તત્ત્વના વિષયમાં મૂઢમતિવાળા જીવો સપુરુષના યોગને છોડીને સ્વબળથી ઉત્તમ યોગની પ્રાપ્તિની સ્પૃહા કરે છે, અને શાસ્ત્રોને સ્વયં ભણીને તત્ત્વ મેળવવા યત્ન કરે છે, તેઓ પ્રાયઃ કરીને ઉત્તમ યોગને પ્રાપ્ત કરી શકતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96