Book Title: Mitra Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 93
________________ મિત્રાદ્વાત્રિંશિકા]શ્લોક-૩૨ તેથી મિત્રાદૃષ્ટિમાં પણ રહેલા જે યોગી સત્પુરુષના યોગની ઉપેક્ષા કરીને યોગમાર્ગનું સેવન કરે છે અને સંસારથી તરવા ઇચ્છે છે તે તેઓની અવિચારકતા છે. આમ કહીને આદ્ય ભૂમિકામાં રહેલા યોગીએ વિશેષથી સત્પુરુષને પ્રાપ્ત ક૨વા ઉદ્યમ કરવો જોઈએ તેમ બતાવેલ છે. be અવતરણિકા : - શ્લોક ૨૬ થી ૩૧ સુધીના કથનનું નિગમન કરે છે - શ્લોક ઃ तन्मित्रायां स्थितो दृष्टौ सद्योगेन गरीयसा । समारुह्य गुणस्थानं परमानन्दमश्नुते ॥३२॥ અન્વયાર્થ : તત્—તે કારણથી=અસદ્યોગને કારણે=અકલ્યાણમિત્રના યોગને કારણે, મિત્રાદેષ્ટિવાળા યોગીને દોષની વૃદ્ધિ થાય છે અને સદ્યોગના કારણે=કલ્યાણમિત્રના યોગને કારણે ગુણની વૃદ્ધિ થાય છે, અને ગુણની વૃદ્ધિમાં પ્રબળ કારણ સત્પુરુષનો યોગ છે, તેમ પૂર્વમાં સ્થાપન કર્યું તે કારણથી, મિત્રામાં પૂર્ણ સ્થિતઃ=મિત્રાદેષ્ટિમાં રહેલા યોગી પરીયસા દ્યોોન=શ્રેષ્ઠ એવા સદ્યોગવડે મુળસ્થાનં સમારુહ્યુ=ગુણસ્થાન ચઢીને પરમાનન્તમનુતે=પરમાનંદને પ્રાપ્ત કરે છે. I॥૩૨॥ શ્લોકાર્થ : તે કારણથી મિત્રાર્દષ્ટિમાં રહેલા યોગી શ્રેષ્ઠ એવા સદ્યોગ વડે ગુણસ્થાન ચઢીને પરમાનંદને પ્રાપ્ત કરે છે. ૩૨ ભાવાર્થ : મિત્રાદષ્ટિવાળા યોગીઓને તત્ત્વ પ્રત્યેનું કંઈક વલણ હોય છે અને તેવા યોગીને શ્રેષ્ઠ એવા સત્પુરુષોનો યોગ મળે તો તેઓને તત્ત્વની રુચિની અવશ્ય વૃદ્ધિ થાય છે, જેથી સમ્યક્ત્વ આદિ ગુણોને ક્રમસર પ્રાપ્ત કરીને મોક્ષરૂપ ફળને પામે છે. જેમ ૧૫૦૦ તાપસો શ્રેષ્ઠ એવા ગૌતમસ્વામીના યોગને પામીને કેવળજ્ઞાનને પામ્યા. ॥૩૨॥ ॥ કૃતિ મિત્રાજ્ઞિિશા રા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96