Book Title: Mitra Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 86
________________ મિત્રાદ્વાત્રિંશિકા/બ્લોક-૨૫ અન્ય ભેદને આશ્રયીને ગ્રંથાતરમાં મિત્રાદષ્ટિવાળા જીવોમાં વ્યક્ત મિથ્યાત્વ સ્વીકારેલ છે, અને દૃષ્ટિ બહારના જીવોમાં અવ્યક્ત મિથ્યાત્વ સ્વીકારેલ છે. અથવા તો અન્ય ગ્રંથમાં મિત્રાદષ્ટિવાળા જીવોને વ્યક્ત મિથ્યાત્વ કેમ સ્વીકાર્યું ? તેનું સમાધાન કરે છે - નૈગમનયના અનેક ભેદોમાંથી કોઈક ભેદવશેષનું આશ્રયણ કરીને ગ્રંથાંતરમાં મિથ્યાત્વગુણસ્થાનકપદની પ્રવૃત્તિનિમિત્તને વ્યક્ત મિથ્યાત્વ કહેલ છે. આ બીજા વિકલ્પનો આશય એ છે કે વ્યવહારનયથી વિચારીએ તો અનાભોગમિથ્યાત્વને અવ્યક્ત મિથ્યાત્વ કહેવાય અને આભિગ્રહિકાદિ ચાર મિથ્યાત્વને વ્યક્ત મિથ્યાત્વ કહેવાય; કેમ કે આભિગ્રહિકાદિ મિથ્યાત્વમાં કુદેવ, કુગુરુ આદિમાં સુદેવ, સુગુરુ આદિની બુદ્ધિ વર્તે છે અથવા તો તત્ત્વના વિષયમાં વિપર્યય વર્તે છે, તેથી ત્યાં વ્યક્ત મિથ્યાત્વ છે; જ્યારે અનાભોગમિથ્યાત્વના કાળમાં કોઈ ધર્મ કે અધર્મ સ્વીકારવાની વૃત્તિ નથી, તેથી અવ્યક્ત મિથ્યાત્વ વર્તે છે, તેમ વ્યવહારનય કહે છે. ૧ નૈગમનયના ભેદવિશેષને આશ્રય કરીને ગ્રંથાંતરમાં મિથ્યાત્વ-ગુણસ્થાનકપદની પ્રવૃત્તિનું નિમિત્ત જેમાં હોય તેમાં વ્યક્ત મિથ્યાત્વ કહેલ છે, અને જેમાં મિથ્યાત્વગુણસ્થાનકપદની પ્રવૃત્તિનું નિમિત્ત ન હોય તેમાં અવ્યક્ત મિથ્યાત્વ કહેલ છે, એ પ્રકારે બુદ્ધિમાનોએ પરિભાવન કરવું. વ્યક્ત-અવ્યક્ત મિથ્યાત્વ અંગે સંક્ષેપમાં સારાંશ : (૧) વ્યવહારનયથી :- પાંચ મિથ્યાત્વમાંથી અનાભોગમિથ્યાત્વ અવ્યક્ત અને શેષ આભિગ્રહીકાદિ ચાર મિથ્યાત્વ વ્યક્ત. (૨) નૈગમનયના ભેદવિશેષને આશ્રયીને :- મોક્ષને અનુકૂળ એવા ગુણવાળા મિથ્યાર્દષ્ટિમાં વ્યક્ત મિથ્યાત્વ અને મોક્ષને અનુકૂળ ગુણ વિનાના મિથ્યાર્દષ્ટિમાં અવ્યક્ત મિથ્યાત્વ. (૩) તીવ્રમળવાળાને આશ્રયીને :- દૃષ્ટિ બહારના જીવોમાં તીવ્ર મળ વર્તે છે તે વખતે, જે જીવોને કોઈ દર્શન પ્રત્યે વલણ નથી તેવા જીવોમાં કે એકેન્દ્રિયાદિ જીવોમાં અવ્યક્ત મિથ્યાત્વ; અને જેઓને ધર્મમાં અત્યંત વિપર્યાસ છે અને તેથી સ્વસ્વદર્શનના રાગને કારણે વિપરીત બુદ્ધિને ધારણ કરે છે તેઓમાં વ્યક્ત મિથ્યાત્વ. I॥૨૫॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96