Book Title: Mitra Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 37
________________ મિત્રાદ્વાચિંશિકા/શ્લોકછતે-શરીરાદિરૂપ પરિગ્રહ હોતે છતે, રાગઅનુબંધને કારણે=શરીરાદિ પરિગ્રહ પ્રત્યેના રાગના અનુબંધને કારણે, બહિર્મુખ જ પ્રવૃત્તિ હોતે છતે તાત્ત્વિક જ્ઞાન પ્રાદુર્ભાવ થતું નથી. વળી શરીરાદિ પરિગ્રહના નિરપેક્ષપણાથી જ્યારે યોગી માધ્યથ્યનું અવલંબન કરે છે, ત્યારે મધ્યસ્થ એવા યોગીના રાગાદિનો ત્યાગ થવાથી સમ્યજ્ઞાન હેતુવાળો પૂર્વ-અપર જન્મનો=આગળના અને પાછળના જન્મનો, સમ્યબોધ થાય છે જ. - “તિ' શબ્દ અપરિગ્રહયમના કથનની સમાપ્તિમાં છે. તેને કહે છેઃસુઅભ્યસ્ત અપરિગ્રહયમથી પૂર્વ-અપર જન્મનું જ્ઞાન થાય છે, તેને પાતંજલ યોગસૂત્ર” ૨-૩૯માં કહે છે – “જન્મના વિષયમાં કર્થતાની આકાંક્ષા=હું કોણ છું?' ઇત્યાદિ આકાંક્ષા થાય તો સમ્યગ્બોધ થાય છે.” (પા.યો.ફૂ. ૨-૩૯) તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. અll જ “નિમિતીષસ્થાપિ' અહીં “જિ' થી એ કહેવું છે કે અભિલાષવાળાને તો દિવ્ય રત્નોની પ્રાપ્તિ થાય છે, પણ અભિલાષ નથી જેને તેવા યોગીને પણ દિવ્ય રત્નોની પ્રાપ્તિ થાય છે. * “પરીરિપ્રદોડ' અહીં “પિ'થી એ કહેવું છે કે ભોગસાધનોની પ્રાપ્તિ તો પરિગ્રહ છે, પરંતુ પોતાના શરીરનો પરિગ્રહ પણ પરિગ્રહ છે. ભાવાર્થ : (૩) અસ્તેયયમની સિદ્ધિનું ફળ :- કોઈ યોગી અસ્તેયયમનો અભ્યાસ કરતા હોય અને તેનું સેવન કરતાં કરતાં આ યમ સુઅભ્યસ્ત બને ત્યારે તેઓ રત્નની અભિલાષાવાળા હોય અથવા ન હોય તોપણ તે યમના પ્રકર્ષને કારણે યોગીને ચારે તરફથી દિવ્ય રત્નોની પ્રાપ્તિ થાય છે. (૪) બ્રહ્મચર્યયમની સિદ્ધિનું ફળ - કોઈ યોગી બ્રહ્મચર્યયમનો અભ્યાસ કરતા હોય અને તેનું સેવન કરતાં કરતાં આ યમ સુઅભ્યસ્ત બને ત્યારે આ યોગીને વિશેષ પ્રકારના વીર્યનો લાભ થાય છે. તેથી શરીર, ઇન્દ્રિય અને મનવિષયક વીર્ય પ્રકર્ષવાળું થાય છે, જેના બળથી યોગીના શરીરમાં વિશેષ પ્રકારની શક્તિ, ઇન્દ્રિયોનું વિશેષ પ્રકારનું તેજ અને મનમાં વિશેષ પ્રકારનું તિબળ પ્રગટે છે, અને આ વૃતિબળવાળા શરીર, ઇન્દ્રિય અને મન સાધનામાં વિશેષ સહાયક બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96