Book Title: Mitra Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 51
________________ ૩૬ મિત્રાધાવિંશિકા/શ્લોક-૧૧ नन्दानुभवात्, सरागस्याप्रमत्तस्य सतो यतेर्वीतरागदशानिभं-सरागस्य वीतरागत्वप्राप्ताविव, योगबीजोपादानवेलायामपूर्वः कोऽपि स्वानुभवसिद्धोऽतिशयलाभ इति भावः । यथोदितं योगाचार्यैः ॥११॥ ટીકાર્ય : સરપતિયોવાયેં. આશા ગ્રંથિને નહીં ભેદતા પણ જીવને ચરમયથાપ્રવૃત્તિકરણના સામર્થ્યથી તેવા પ્રકારના ક્ષયોપશમને કારણે યોગમાર્ગ પ્રત્યે શુદ્ધ પક્ષપાત પેદા કરાવે તેવા પ્રકારના ક્ષયોપશમને કારણે, અતિશય આનંદનો અનુભવ થતો હોવાથી, આ=શુદ્ધ યોગબીજનું ગ્રહણ, છે અર્થાત્ ઉપરની ભૂમિકાનું કારણ બને તેવા જિનવિષયક સંશુદ્ધ કુશળચિત્તાદિરૂપ શુદ્ધ યોગબીજનું ગ્રહણ છે. આ યોગબીજનું ગ્રહણ કેવું છે? તે દૃષ્ટાંતથી બતાવે છે – સરાગ એવા અપ્રમત્ત છતા યતિને વીતરાગદશા જેવું આ યોગબીજનું ગ્રહણ છે. તે પદાર્થ સ્પષ્ટ કરે છે – સરાગને વીતરાગપણાની પ્રાપ્તિની જેમ યોગબીજના ગ્રહણ સમયે અપૂર્વ કોઈક સ્વઅનુભવસિદ્ધ અતિશય લાભ છે, એ પ્રકારનો ભાવ છે. જે પ્રમાણે આગળ શ્લોક-૧૨માં બતાવશે તે પ્રમાણે, યોગાચાર્ય વડે કહેવાયું છે. ||૧૧|| ભાવાર્થ : મિત્રાદષ્ટિમાં આવેલા જીવો જિનવિષયક કુશળચિત્તાદિ કરે છે તે વખતે આ લોકની કે પરલોકની કોઈ આશંસા ન હોય તો તેઓનો માનસ ઉપયોગ વીતરાગને વીતરાગભાવરૂપે જોઈને તેમના પ્રત્યે વધતા જતા બહુમાનભાવવાળો હોય છે, અને તે ઉત્તમ ચિત્ત શુદ્ધ યોગબીજના ગ્રહણરૂપ છે; અને મિત્રાદષ્ટિવાળા યોગી હજી ગ્રંથિનો ભેદ કરી શક્યા નથી અને ગ્રંથિનો ભેદ કરવાનો હજુ આરંભ પણ કર્યો નથી, તોપણ ચરમયથાપ્રવૃત્તિકરણના સામર્થ્યથી તેઓને તેવા પ્રકારનો ક્ષયોપશમ થયેલો છે, જેથી આ લોક અને પરલોકની આશંસા વગર પોતાના ક્ષયોપશમને અનુરૂપ વીતરાગને જોઈને તેમની ભક્તિમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96