Book Title: Mitra Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 66
________________ ૫૧ મિત્રાદ્વાચિંશિકા/બ્લોક-૧૦ શ્લોકાર્ચ - અન્તર્વિસ્રોતસિકાના વ્યયથી બીજશ્રુતિમાં પરાશ્રદ્ધા અને ફળની ઉત્સુકતા વગર અતિશય બીજશ્રુતિના ગ્રહણનો પરિણામ યોગબીજ છે. ૧૭. ટીકા : बीजेति-बीजश्रुतौ-योगबीजश्रवणे, परा-उत्कृष्टा, श्रद्धा इदमित्थमेव' इति प्रतिपत्तिरूपा, अन्तर्विस्रोतसिकाया:-चित्ताशंकाया व्ययात् । तस्याः बीजश्रुतेः, उपादेयभावश्च आदरपरिणामश्च, फलौत्सुक्यं अभ्युदयाशंसात्वरालक्षणं विना, अधिक:-अतिशयितः, योगबीजम् ॥१७॥ ટીકાર્ચ - અંતર્વિસ્રોતસિકાના વ્યયથી–ચિત્તની આશંકાના વ્યયથી, બીજશ્રુતિમાં= યોગબીજના શ્રવણમાં, “આ આમ જ છે એ પ્રકારના સ્વીકારરૂપ પરા–ઉત્કૃષ્ટ, શ્રદ્ધા યોગબીજ છે. અને ફળની ઉત્સુકતા વિના=અભ્યદયની આશંસા અને ત્વરાસ્વરૂપ ફળની ઉત્સુકતા વિના, અધિક અતિશયિત, તે બીજશ્રુતિનો ઉપાદેયભાવ=આદરનો પરિણામ=સેવવાનો પરિણામ, તે યોગબીજ છે. I૧૭ી. ભાવાર્થ - પૂર્વ શ્લોક-૮માં જિનવિષયક સંશુદ્ધ કુશળચિત્તાદિ ત્રણ યોગબીજ બતાવ્યાં. ત્યારપછી શ્લોક-૧૩માં ભાવયોગી આચાર્યાદિમાં સંશુદ્ધ કુશળચિત્તાદિ ત્રણ યોગબીજ બતાવ્યાં. ત્યારપછી શ્લોક-૧૫માં ભવથી ઉદ્વિગ્નતા અને શુદ્ધ ઔષધદાનાદિ અભિગ્રહ એ બે યોગબીજ બતાવ્યાં. ત્યારપછી શ્લોક-૧૬માં સલ્ફાસ્ત્રોનાં લેખનાદિ દશ યોગબીજ બતાવ્યાં. હવે આ શ્લોકમાં અવશિષ્ટ અન્ય બે યોગબીજ બતાવે છે – (૧૯) અંતર્વિસ્રોતસિકાના વ્યયથી બીજશ્રુતિમાં ઉત્કૃષ્ટ શ્રદ્ધા:- શાસ્ત્રના પદાર્થોનું ઉપયોગપૂર્વક શ્રવણ કરનારને શાસ્ત્રોમાં યોગબીજોનું વર્ણન આવે ત્યારે કોઈ શંકા વિના નિર્ણય થાય કે “ખરેખર ! આ યોગબીજો પરમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96