________________
૫
ટીકા ઃ
हेतुरिति - अत्र= सत्प्रणामादौ, अन्तरगङ्गश्च हेतुः तथाभावमलस्य कर्मसंबन्धयोग्यतालक्षणस्याल्पता ज्योत्स्नादाविव रत्नकान्त्यादाविव, रत्नादिमलापगम उच्यते, तत्र मृत्पुटपाकादीनामिवात्र सद्योगादीनां निमित्तत्वेनैवोपयोगादिति भावः ॥ २० ॥
ટીકાર્ય :
...............ભાવ: ર૦ા અને અહીં=સત્પ્રણામાદિમાં, અંતરંગ હેતુ તે પ્રકારની=જે પ્રકારનું સત્પ્રણામાદિ કાર્ય થાય તે પ્રકારની કર્મસંબંધની યોગ્યતાલક્ષણરૂપ ભાવમલની અલ્પતા છે.
તેમાં દૃષ્ટાંત બતાવે છે
જેમ જ્યોત્સ્નાદિમાં=જેમ રત્નની કાંતિ આદિમાં, રત્નાદિના મેલનો અપગમ અંતરંગ હેતુ કહેવાય છે. તેમાં યુક્તિ બતાવે છે –
મિત્રાદ્વાત્રિંશિકા/બ્લોક-૨૦
ત્યાં=રત્નના મેલના અપગમમાં=નિવૃત્તિમાં, મૃત્યુટપાકાદિની જેમ અહીં=સત્પ્રણામાદિ યોગબીજમાં, સદ્યોગાદિનો નિમિત્તપણા વડે જ=બાહ્ય નિમિત્તપણારૂપે જ, ઉપયોગ છે, એ પ્રમાણેનો ભાવ છે. ૨૦
ભાવાર્થ :
સત્પ્રણામાદિ યોગબીજનું અંતરંગ કારણ ભાવમલની અલ્પતા :
શ્લોક-૧૮માં કહ્યું કે જીવમાં અવ્યક્ત સમાધિરૂપ અવંચકના ઉદયથી શુભ નિમિત્તસંયોગ થાય છે, અને તે શુભ નિમિત્તસંયોગ સત્પ્રમાણાદિનું નિમિત્ત કારણ છે. હવે પ્રસ્તુત શ્લોકમાં સત્પ્રણામાદિનું અંતરંગ કારણ શું છે ? તે બતાવે છે
-
Jain Education International
રત્નાદિની કાંતિમાં રત્નાદિના મેલનો અપગમ સાક્ષાત્ હેતુ છે, તેમ સત્પ્રણામાદિ યોગબીજના ગ્રહણમાં જીવમાં તે પ્રકારની ભાવમલની અલ્પતા અંતરંગ હેતુ છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેમ રત્નના મેલના અપગમથી રત્નની કાંતિ પ્રગટ થાય છે, તેમ જીવવર્તી ભાવમલના અપગમથી જીવમાં સત્પ્રણામાદિ યોગબીજો પ્રાપ્ત થાય છે. જેમ રત્નના શોધન અર્થે કરાતી મૃત્યુટપાકાદિ
For Private & Personal Use Only
www.jainelibrary.org