________________
૨
મિત્રાદ્વાચિંશિકા/શ્લોક-૨૨ “વત્પસ્થાપિ' સ્વલ્પરોગવાળાની જેમ રાજસેવાદિ ઇષ્ટસિદ્ધિમાં પ્રવૃત્તિ થાય છે તેનો “પિ'થી સમુચ્ચય કરેલ છે.
ટીકા -
वीक्ष्यत इति- स्वल्परोगस्य-मन्दव्याधेः, चेष्टा राजसेवादिप्रवृत्तिलक्षणा चेष्टार्थस्य कुटुंबपालनादिलक्षणस्य सिद्धये-निष्पत्तये, वीक्ष्यते, न तु तीव्ररोगस्येव प्रत्यपायाय, स्वल्पकमलस्यापि पुंसस्तथा प्रकृतकर्मणि योगबीजोपादानलक्षणे, ईदृशस्यैव स्वप्रतिपन्ननिर्वाह-क्षमत्वात् ॥२२॥ ટીકાર્ય :
વોર્થિ..નિર્વાદક્ષ વીત્રરા =અને, સ્વલ્પરોગવાળાનીમંદવ્યાધિવાળાની રાજસેવાદિ પ્રવૃત્તિસ્વરૂપ ચેષ્ટા કુટુંબપાલનાદિ લક્ષણ ઈષ્ટ અર્થની સિદ્ધિ માટે=નિષ્પત્તિ માટે, દેખાય છે; પરંતુ તીવ્રરોગવાળાની જેમ અનર્થ માટે થતી નથી. તે પ્રમાણે સ્વલ્પકર્મમળવાળા પુરુષની પણ યોગબીજઉપાદાનલક્ષણ પ્રકૃત કર્મમાં પ્રવૃત્તિ થાય છે, કેમ કે આવાનું જ=સ્વલ્પકર્મવાળા પુરુષનું જ, પોતે સ્વીકારેલ પ્રવૃત્તિના નિર્વાહનું સમર્થપણું છે. ર રા ભાવાર્થ -
સામાન્ય રીતે મનુષ્યના દેહમાં વ્યાધિનો સર્વથા અભાવ દુર્લભ હોય છે. તેથી આરોગ્યવાળા દેખાતા પણ જીવોમાં વાતાદિની વિષમતારૂપ મંદ વ્યાધિ હોય છે. તેવા મંદવ્યાધિવાળા જીવો કુટુંબપાલનાદિ માટે રાજસેવાદિ પ્રવૃત્તિ કરી શકે છે, પરંતુ તીવ્રરોગવાળાની જેમ કુટુંબના અનર્થનું કારણ બનતા નથી. તેમ સ્વલ્પકર્મમળવાળા જીવો યોગબીજના ગ્રહણરૂપ મોક્ષસાધક પ્રવૃત્તિમાં યત્ન કરી શકે છે; કેમ કે અલ્પકર્મમળવાળા જીવો જે કાર્ય સાધવા માટે પ્રયત્ન કરે તેનો નિર્વાહ કરી શકે છે, પરંતુ ભારેકર્મમળવાળા જીવો જે કાર્ય કરવાનો નિર્ધાર કરે તેનો નિર્વાહ કરી શકતા નથી. તેથી યોગબીજના ગ્રહણ રૂપ મોક્ષસાધક પ્રવૃત્તિમાં યત્ન કરી શકતા નથી.
જેમ અલ્પકર્મમળવાળા જીવો “અરિહંત ચેઈઆણં' સૂત્ર બોલે ત્યારે નિવસગ્ન વત્તિયાએ” એ વચનપ્રયોગ કરે છે અને “નિરુવસગ્ન વત્તિયાએ'નો અર્થ એ છે કે “મોક્ષના અર્થે હું પ્રસ્તુત કાયોત્સર્ગ કરું છું' અને “અરિહંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org