Book Title: Mitra Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 80
________________ મિત્રાતાસિંશિકા/શ્લોક-૨૩ તત્ત્વસમ્મુખભાવ અપૂર્વકરણરૂપ ફળને અવશ્ય ઉત્પન્ન કરે તેવા પરિણામવાળો છે. માટે ચરમયથાપ્રવૃત્તિકરણને પરમાર્થથી અપૂર્વ જ કહેલ છે. આશય એ છે કે ચરમયથાપ્રવૃત્તિકરણમાં જેવા ભાવો થાય છે તેવા ભાવો જીવે અનંતકાળમાં ક્યારેય કર્યા નથી, તેથી તે ભાવો અપૂર્વ જ છે; અને આ અપૂર્વભાવ અપૂર્વકરણની આસન્નભાવવાળો છે અને આ ભાવવાળો જીવ નિયમા અપૂર્વકરણ કરશે એવી વ્યાપ્તિ છે, તેથી આ ભાવોને અપૂર્વ કહેલ છે. જોકે ચરમયથાપ્રવૃત્તિકરણ કર્યા પછી તે જ ભવમાં અપૂર્વકરણ આવે તેવો નિયમ નથી. એટલું જ નહીં પણ ઘણા ભવોનું વ્યવધાન=આંતરું, પણ થઈ શકે; કેમ કે ચરમયથાપ્રવૃત્તિકરણમાં આવેલા જીવનો ઉત્કૃષ્ટથી સંસારપરિભ્રમણનો કાળ એક પુદ્ગલ પરાવર્તન છે, અને અપૂર્વકરણ કરીને ગ્રંથિભેદ કરનાર સમ્યગ્દષ્ટિનો ઉત્કૃષ્ટથી સંસારપરિભ્રમણનો કાળ કંઈક ન્યૂન અર્ધ પુદ્ગલ પરાવર્તન છે. તેથી કોઈ જીવ એક પુલ પરાવર્તનકાળ સંસારમાં ભટકનાર હોય અને ચરમયથાપ્રવૃત્તિકરણના બળથી અપૂર્વ ભાવ કર્યા હોય, અર્થાત્ અનાદિ સંસારમાં ક્યારેય ન કર્યો હોય તેવા અપૂર્વભાવ કર્યા હોય, તોપણ અર્ધપુગલ પરાવર્તનથી ન્યૂન સંસાર ન રહે ત્યાં સુધી તે અપૂર્વકરણ પ્રાપ્ત કરી શકે નહીં. અર્થાત્ ગ્રંથિભેદને અનુકૂળ એવા અપૂર્વભાવ પ્રાપ્ત કરી શકે નહીં. તેથી ચરમયથાપ્રવૃત્તિકરણ પ્રાપ્ત થયા પછી અપૂર્વકરણની વચ્ચે અનંતા ભવોનું વ્યવધાન પણ પડી શકે. આમ છતાં જે જીવે ચરમયથાપ્રવૃત્તિકરણ કર્યું છે, તેને જે અધ્યવસાય થયો છે, તે અધ્યવસાય અવશ્ય અપૂર્વકરણનું કારણ છે; જયારે અન્ય યથાપ્રવૃત્તિકરણ તો જીવે અનંતી વખત કર્યા, પરંતુ તે યથાપ્રવૃત્તિકરણ અપૂર્વ પરિણામવાળાં નહીં હોવાથી અપૂર્વકરણની નિષ્પત્તિનું કારણ નથી. તેથી આ અપૂર્વ ભાવને અપૂર્વકરણરૂપ ફળનો અવ્યભિચારી કહેલ છે અને અપૂર્વકરણના આસન્નભાવવાળો પણ કહેલ છે. ૨૩ અવતરણિકા - પૂર્વ શ્લોક-૨૩માં કહ્યું કે ચરમયથાપ્રવૃત્તિકરણ અપૂર્વ જ છે. હવે તે ચરમયથાપ્રવૃત્તિકરણમાં ગુણસ્થાનપદની પ્રવૃત્તિ સંગત છે, માટે પણ અપૂર્વ જ છે, તે બતાવવા અર્થે કહે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96