Book Title: Mitra Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 68
________________ ૫૩ મિત્રાદ્ધાત્રિશિકા/બ્લોક-૧૮ ટીકા - निमित्तमिति-अमुष्य चानन्तरोदितलक्षणयोगिनो जीवस्य भद्रमूर्तेः= प्रियदर्शनस्य, सत्प्रणामादेर्योगबीजस्य निमित्तं शुभः प्रशस्तः, निमित्तसंयोगः सद्योगादिसंबन्धः, सद्योगादीनामेव निःश्रेय-ससाधन-निमित्तत्वाज्जायते अवञ्चकोदयाद्-वक्ष्यमाणसमाधिविशेषोदयात् ॥१८॥ ટીકાર્ય - અનુષ્ય.વિશેષોત્ રટા અને અમૂર્ત =પ્રિય દર્શનવાળા, અનંતર કહેલા લક્ષણના યોગવાળા એવા જીવના સપ્રણામાદિ યોગબીજનું નિમિત્ત એવો સદ્યોગાદિના સંબંધરૂપ નિમિત્ત સંયોગ, અવંચકના ઉદયથી= વસ્થમાણ સમાધિવિશેષના ઉદયથી, શુભ=પ્રશસ્ત, થાય છે, એમ અન્વય છે. અહીં પ્રશ્ન થાય કે સદ્યોગ આદિનો સંબંધરૂપ નિમિત્તસંયોગ પ્રશસ્ત કેમ છે ? તેમાં હેતુ કહે છે – સોગાદિનું જ નિઃશ્રેયસના સાધનનું નિમિત્તપણું છે. ૧૮ છે “સદ્યોતીનાવઃ' અહીં ‘માતિ'થી સર્જિયા અને સદુપદેશનું ગ્રહણ કરવું. ભાવાર્થ :સપ્રણામાદિ યોગબીજનું બહિરંગ કારણ-સગુરુના યોગરૂપ શુભ નિમિત્તસંયોગ - પૂર્વમાં મિત્રાદષ્ટિવાળા જીવનું સ્વરૂપ કહ્યું. તેવા લક્ષણવાળો જીવ પ્રકૃતિથી ભદ્રક હોય છે અને આવા જીવોને સત્રામાદિ યોગબીજનું કારણ બને તેવા સદ્ગુરુનો યોગ પ્રાપ્ત થાય છે અને આ સગુરુનો યોગ એ નિઃશ્રેયસની= મોક્ષની, સાધનાનું નિમિત્ત કારણ બને છે. આવા સદ્દગુરુના યોગાદિનો સંબંધ જીવમાં આગળમાં કહેવાશે તેવી સમાધિવિશેષરૂપ અવંચકના ઉદયથી થાય છે. આશય એ છે કે જીવમાં મોહનીયકર્મની મંદતા થવાને કારણે અવ્યક્ત સમાધિ પ્રગટે છે અને તેના કારણે ગુણવાન મહાત્માઓના યોગઆદિ અવંચક બને તેવી યોગ્ય પરિણતિ જીવમાં પ્રગટ થાય છે તે અવંચકના ઉદયરૂપ છે. આવી પરિણતિવાળા જીવને જે ગુણવાન સગુરુના યોગાદિ થયા, તે યોગાદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96