Book Title: Mitra Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 64
________________ મિત્રાદ્ધાત્રિશિકા/શ્લોક-૧૬ ૪૯ ભાવાર્થ - પૂર્વ શ્લોક-૧૫માં કહ્યું કે આર્ષવચનરૂપ સિદ્ધાંતને આશ્રયીને વિધિપૂર્વક લેખનાદિ ક્રિયા યોગબીજ છે. તે લેખનાદિ અન્ય દશ યોગબીજો આ શ્લોકમાં બતાવે છે, જે આ પ્રમાણે – (૯) સન્શાસ્ત્રોની લેખના :- યોગમાર્ગને બતાવનારાં સલ્ફાસ્ત્રો પ્રત્યેનો બહુમાનભાવ વર્તતો હોય અને જગતના જીવોને આ સન્શાસ્ત્રોની પ્રાપ્તિ થતી રહે તો આ યોગમાર્ગ સુરક્ષિત રહે એવા શુભ અધ્યવસાયથી આ લોક અને પરલોકની આશંસા વિના જો સલ્લાસ્ત્રો સ્વયં લખે કે લખાવે તે યોગબીજ છે. (૧૦) સન્શાસ્ત્રોની પૂજના :- આ સન્શાસ્ત્રો પરમ કલ્યાણનાં કારણ છે તે પ્રકારના બોધને કારણે તે સશાસ્ત્રો પ્રત્યે પૂજ્યબુદ્ધિ ઉલ્લસિત થવાથી પુષ્પવસ્ત્રાદિ દ્વારા સન્શાસ્ત્રોનું પૂજન કરે તે યોગબીજ છે. (૧૧) સન્શાસ્ત્રોનું દાન :- “જીવ માટે મોક્ષ એ ઉત્તમ તત્ત્વ છે, મોક્ષની પ્રાપ્તિમાં પરિપૂર્ણ શુદ્ધ ઉપાયને કહેનારું એવું શ્રુતજ્ઞાન તે ઉત્તમ તત્ત્વ છે અને ઉત્તમ તત્ત્વને કહેનારાં આ સન્શાસ્ત્રો છે. આવાં સલ્લાસ્ત્રોનું દાન હું આપું કે જેથી જીવોને યોગમાર્ગની પ્રાપ્તિ થાય આવા અધ્યવસાયથી પુસ્તકાદિનું દાન કરે તે યોગબીજ છે. (૧૨) સન્શાસ્ત્રોનું શ્રવણ :- યોગમાર્ગને કહેનારા, ઉત્તમ તત્ત્વના સ્વરૂપને બતાવનારા વ્યાખ્યાનનું શ્રવણ કરે તે યોગબીજ છે. (૧૩) સન્શાસ્ત્રોની વાચના :- યોગગ્રંથો પ્રત્યેના બહુમાનને કારણે, યોગના પરમાર્થને જાણવા માટે સ્વયં યોગગ્રંથોનું વાંચન કરે તે યોગબીજ છે. (૧૪) સન્શાસ્ત્રો પ્રત્યે ઉદ્મહ-યોગમાર્ગને બતાવનારાં સન્શાસ્ત્રો પ્રત્યે અત્યંત બહુમાનભાવ હોવાને કારણે વિધિપૂર્વક સન્શાસ્ત્રોના પદાર્થોને ગ્રહણ કરે તે યોગબીજ છે. (૧૫) સન્શાસ્ત્રોની પ્રકાશના :- યોગ્ય જીવો યોગમાર્ગને પામે તેવા અધ્યવસાયથી, ગ્રહણ કરાયેલાં સન્શાસ્ત્રોના પદાર્થોનું પ્રકાશન કરે તે યોગબીજ છે. (૧૬) સન્શાસ્ત્રોનો સ્વાધ્યાય :- સન્શાસ્ત્રોનો વાચના, પૃચ્છના, પરાવર્તનાદિરૂપે સ્વાધ્યાય કરે તે યોગબીજ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96