Book Title: Mitra Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 54
________________ મિત્રાતાસિંશિકા/શ્લોક-૧૨ ૩૯ (૨) તછવાસ્થતિશયોરિ:- આ યોગચિત્ત ભવની શક્તિના ઉદ્રકનો ઉચ્છેદ કરનારું છે. યોગી જિનવિષયક સંશુદ્ધ કુશળચિત્તાદિરૂપ યોગબીજ ગ્રહણ કરે છે ત્યારે સંસારથી બહાર નીકળવાનો યત્ન કરે છે, અને આ યત્ન અનાદિકાળથી જીવમાં વર્તતી ભવશક્તિના ઉદ્રકનો નાશ કરે છે; કેમ કે યોગબીજગ્રહણકાળમાં ભવશક્તિના ઉદ્રકથી વિરુદ્ધ એવો યોગીનો માનસવ્યાપાર છે. (૩) સ્થપર્વતે રતિઃ - આ યોગચિત્ત ગ્રંથિરૂપી પર્વતને ભેદવામાં વજ જેવું છે. ભવશક્તિના ઉદ્રકથી વિરુદ્ધ એવો યોગબીજગ્રહણકાળમાં વર્તતો ઉપયોગ રાગદ્વેષની ગાંઠરૂપી પર્વત માટે વજ જેવો છે; કેમ કે યોગબીજકાળમાં વર્તતો આ ઉત્તમ ઉપયોગ તત્ત્વના પક્ષપાતવાળો હોય છે. તેથી સામગ્રી મળે તો અવશ્ય તત્ત્વના વિશેષ પક્ષપાતમાં પ્રતિબંધક એવા રાગાદિનો ઉચ્છેદ કરીને તત્ત્વની પ્રાપ્તિ કરાવે છે અર્થાત્ સમ્યકત્વની પ્રાપ્તિ કરાવે છે. તેથી યોગચિત્તને ગ્રંથિરૂપી પર્વતને ભેદવામાં વજ જેવું કહ્યું છે. અને આ યોગચિત્ત આવું કેમ છે ? તેમાં યુક્તિ બતાવે છે – (૪) પાવરમાત્:- અર્થાત્ આ યોગચિત્ત ફળપાકના આરંભ સદશ હોવાને કારણે પૂર્વમાં વર્ણન કર્યું તેવું છે. આશય એ છે કે મોક્ષરૂપી ફળને પેદા કરવા માટે પ્રારંભ કરાયેલો યત્ન હોય તેવું આ ચિત્ત છે. તેથી આ ચિત્તની વિશ્રાંતિ અવશ્ય મોક્ષરૂપી ફળમાં થવાની છે. જેમ માટીમાંથી ઘડો બનાવવા માટેનો પ્રારંભ કરાયેલો હોય ત્યારે કહી શકાય કે આ યત્ન નિયતકાળમાં ઘટની નિષ્પત્તિ કરશે, તેમ યોગબીજગ્રહણકાળમાં વર્તતું ઉત્તમ ચિત્ત મોક્ષરૂપી ફળની નિષ્પત્તિ કરવાનો આરંભ સદશ છે. જો આ ઉપયોગ અખ્ખલિત ચાલે તો ઉત્તરોત્તર ગુણસ્થાનકની વૃદ્ધિ કરીને સમ્યક્ત્વ આદિની પ્રાપ્તિ દ્વારા અંતે કેવળજ્ઞાનમાં વિશ્રાંત થાય. પૂર્વ શ્લોક સાથે આ શ્લોકનો સંબંધ આ પ્રમાણે છે – પૂર્વ શ્લોકના અંતમાં કહ્યું કે જે કારણથી યોગાચાર્યો વડે કહેવાયું છે, તે યોગાચાર્યનું કથન શ્લોક-૧૨માં બતાવ્યું, જે યોગચિત્તનું સ્વરૂપ છે; અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96