Book Title: Mitra Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 61
________________ ૪૬ મિત્રાધાત્રિશિકા/બ્લોક-૧૫ ભાવાર્થ - પૂર્વ શ્લોક-૮માં જિનવિષયક સંશુદ્ધ કુશળચિત્તાદિ ત્રણ યોગબીજ છે તે બતાવ્યાં. ત્યારપછી શ્લોક-૧૩માં ભાવયોગી એવા આચાર્યાદિ વિષયક સંશુદ્ધ કુશળચિત્તાદિ ત્રણ યોગબીજ છે તે બતાવ્યું. હવે પ્રસ્તુત શ્લોકમાં અન્ય બે યોગબીજ બતાવે છે, જે આ પ્રમાણે – (૭) ભવથી ઉદ્વિગ્નતા - કોઈ જીવને સંસારનું વિષમ સ્વરૂપ દેખાવાથી ભવ પ્રત્યેનો ઉદ્વેગ થાય તે વખતનો તેનો ઉપયોગ યોગબીજ છે. આ ભવનો ઉગ પણ ઈષ્ટવિયોગ અને અનિષ્ટસંયોગને કારણે ક્ષણભર થયેલો ઉગ હોય તો તે યોગબીજ નથી, પરંતુ સંસારના સ્વરૂપના અવલોકનને કારણે સંસારના ત્યાગનો સહજ પરિણામ થાય તેવી ભવથી ઉદ્વિગ્નતા તે યોગબીજ છે. ક્વચિત્ વિવેકીને પણ ઇષ્ટવિયોગાદિ નિમિત્તને પામીને સંસારના સ્વરૂપનું પર્યાલોચન ઉલ્લસિત થાય અને તેના કારણે ભવ પ્રત્યેની ઉદ્વિગ્નતા હોય તો તે યોગબીજ થઈ શકે; પરંતુ ઈષ્ટવિયોગના નિમિત્તને પામીને તે નિમિત્તમાત્રથી ક્ષણભર જે ઉગ થાય છે, તે યોગબીજ નથી. (૮) શુદ્ધ ઔષધદાનાદિ અભિગ્રહ - સુસાધુને શુદ્ધ=નિર્દોષ, ઔષધદાનાદિનો અભિગ્રહ, એ પણ યોગબીજ છે; કેમ કે સુસાધુના ત્યાગ પ્રત્યેના અહોભાવમાંથી ઊઠેલો આ અભિગ્રહનો પરિણામ છે. અહીં પ્રશ્ન થાય કે અભિગ્રહનો પરિણામ તો સમ્યગ્દષ્ટિને થઈ શકે; પરંતુ મિત્રાદષ્ટિવાળા યોગીને આ પરિણામ કઈ રીતે થઈ શકે ? તેથી કહે છે – વિશિષ્ટ ક્ષયોપશમભાવરૂપ ભાવઅભિગ્રહનો પરિણામ સમ્યગ્દષ્ટિને થઈ શકતો હોવા છતાં પણ મિત્રાદષ્ટિવાળા યોગીને પોતાના આશયથી શુદ્ધ એવો દ્રવ્યઅભિગ્રહનો પરિણામ થઈ શકે છે. તે આ રીતે – સમ્યગ્દષ્ટિ જીવો સંસારનું પારમાર્થિક સ્વરૂપ જાણે છે અને સંસારના નિસ્તારનો ઉપાય પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ યોગમાર્ગ છે એવો પણ તેમને બોધ છે. તેથી જે મહાત્માઓ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિમાં ઉદ્યમવાળા છે તેઓની ભક્તિ કરીને તેમના જેવી શક્તિના સંચયવાળો હું પણ થાઉં એવા અભિલાષથી અભિગ્રહ પણ ગ્રહણ કરે છે, જે વિશિષ્ટ દર્શનમોહનીયના ક્ષયોપશમથી ઉપઍહિત જ્ઞાનાવરણીયના ક્ષયોપશમના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96