Book Title: Mitra Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 46
________________ ૩૧ .. . મિત્રાધાવિંશિકા/બ્લોક-૯ કુશળચિત્તાદિ થાય તો તે સંશુદ્ધ કેમ નથી ? તેથી કહે છે – વળી તેનાથી ઉપાત્તનું આહારાદિ સંજ્ઞાથી અને ફલાભિસંધિથી કરાયેલા જિનવિષયક કુશળચિત્તાદિનું, સ્વતઃ પ્રતિબંધસારપણું હોવાથી=આહારાદિ સંજ્ઞા સાથે અને પરલોકના ફળ સાથે ચિત્તનું ખેંચાણ હોવાથી, તે જિનવિષયક કુશળચિત્તાદિ સંશુદ્ધ નથી એમ અન્વય છે. માટે કુશળચિત્તાદિનું પ્રતિવન્યોક્સિ'=પ્રતિબંધરહિત એ વિશેષણ આપેલું છે. મત =આથી જ જિનવિષયક સંશુદ્ધ કુશળચિત્તાદિ પ્રતિબંધથી રહિત છે આથી જ, ઉપાદેયબુદ્ધિને કારણે=અન્ય અપોહ દ્વારા અર્થાત્ આહારાદિ સંજ્ઞાના અને પરલોકના ફળ આદિ સંજ્ઞાના ત્યાગ દ્વારા આદરણીયપણાની બુદ્ધિને કારણે શુદ્ધ છે=જિનકુશળચિત્તાદિ શુદ્ધ છે. તેમાં “ત૬ થી સાક્ષી આપે છે. તે કહેવાયું છે=શ્લોકમાં જે કહેવાયું છે તે “યોગદષ્ટિ સમુચ્ચય' શ્લોકર૫માં કહેવાયું છે – “અત્યંત ઉપાદેય બુદ્ધિને કારણે સંજ્ઞાવિષ્ક્રમણથી અન્વિત=સંજ્ઞાના ઉદયના અભાવથી યુક્ત, ફલાભિસંધિરહિત સંશુદ્ધ એવું આ=કુશળચિત્તાદિ આવા પ્રકારનું છે ફળપાકઆરંભ સદેશ છે. શ્લોકમાં “દિ શબ્દ પાદપૂર્તિમાં છે.” (યો.દ.સ. શ્લોક-૨૫) મેલા ભાવાર્થ - યોગ્ય જીવો જિનમાં કુશળચિત્તાદિ કરતા હોય અને આ લોકની કોઈ આશંસા ન હોય અને પરલોકની કોઈ આશંસા ન હોય તો તેઓનું ચિત્ત આ લોક અને પરલોકના ભૌતિક ફળ સાથે પ્રતિબંધ વિનાનું છે, અને તેથી તેઓનું જિનવિષયક કુશળચિત્તાદિ ઉપાદેયબુદ્ધિથી શુદ્ધ છે; કેમ કે તેમને જિનમાં રહેલા વીતરાગતાદિ ભાવો સિવાય અન્ય કોઈ આ લોક કે પરલોકના પદાર્થની આશંસા નથી, તેથી અન્ય સર્વનો ત્યાગ કરીને માત્ર વીતરાગમાં રહેલા વીતરાગતાદિ ભાવોને પોતાના ક્ષયોપશમ અનુસાર ઉપાદેયબુદ્ધિથી જુએ છે. આવા પ્રકારનું જિનવિષયક કુશળચિત્તાદિ શુદ્ધ છે. આવા પ્રકારનું શુદ્ધ કુશળચિત્તાદિ ચરમપુદ્ગલપરાવર્તમાં તથાભવ્યત્વના પાકથી થાય છે. આશય એ છે કે ચરમાવર્તિમાં આવેલા જીવો ભગવાનના ગુણોમાં ઉપયુક્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96