Book Title: Mitra Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 35
________________ ૨૦ મિત્રાદ્વાત્રિંશિકા/બ્લોક-૬ કરતા હોય અને તેનું સેવન કરતાં કરતાં આ યમ જ્યારે સુઅભ્યસ્ત બને છે ત્યારે અહિંસાયમના સાધક એવા તે યોગીના સાંનિધ્યમાં પરસ્પર વેરની વૃત્તિવાળા સાપ-નોળિયા જેવા જીવો પણ હિંસાના પરિણામનો ત્યાગ કરે છે. (૨) સત્યયમની સિદ્ધિનું ફળ :- કોઈ યોગી દ્વિતીય યમરૂપ સત્યવ્રતનો અભ્યાસ કરતા હોય અને તેનું સેવન કરતાં કરતાં આ યમ જ્યારે સુઅભ્યસ્ત બને છે ત્યારે તેમને વચનની સિદ્ધિ થાય છે. તેથી કોઈ જીવે કોઈ અનુષ્ઠાન ન કર્યું હોય તોપણ તે મહાત્મા તેને તે અનુષ્ઠાન કરવાનું કહે તો તે અનુષ્ઠાન નહીં કરવા છતાં તેમના વચનથી તે અનુષ્ઠાનનું ફળ તે જીવને મળે છે; કેમ કે યોગીના વચનશ્રવણથી તે જીવને તેવો વિશુદ્ધ અધ્યવસાય થાય છે કે અનુષ્ઠાન નહીં કરવા છતાં ફળ મળે છે. તેથી સામેના જીવને તે અકૃત અનુષ્ઠાનનું ફળ પ્રાપ્ત કરવાનું બને તેવા સત્ય વચનરૂપ ફળનો આશ્રય યોગી કરે છે–સત્ય વચનવાળા યોગી બને છે. તેથી આવા યોગી જે કંઈ પણ વચન બોલે તે સર્વવચન સામેના જીવને અવશ્ય ફળપ્રાપ્તિનું કારણ બને છે. ‘પાતંજલયોગસૂત્ર’ ઉપરની રાજમાર્તણ્ડ ટીકામાંથી યોગીએ તે અનુષ્ઠાન સેવ્યું નથી અને તે અનુષ્ઠાનના ફળને પામે છે' તેવો અર્થ પ્રાપ્ત થતો નથી. રાજમાર્તણ્ડના શબ્દો પ્રમાણે જ બત્રીશીમાં ટીકા છે, તેથી અમે તે પ્રમાણે અર્થ કરેલ છે. ફક્ત બત્રીશીમાં ‘તદ્વન્દ્વનાત્ત્વ યસ્ય વિત્' શબ્દ આ શ્લોકની ટીકામાં છે ત્યાં શ્વ’કાર રાજમાર્તણ્ડની ટીકામાં નથી અને અંતે ‘i મવતીત્યર્થ:' એ પ્રકારનો પ્રયોગ છે, તેથી અમે કરેલ ઉપરોક્ત અર્થ પ્રાપ્ત થાય છે. માટે બત્રીશીની ટીકામાં પણ જે ‘તદ્વન્દ્વનાત્ત્વ શબ્દ છે ત્યાં ‘શ્વ’ વધારાનો હોય તેવું ભાસે છે. ટીકા ઃ , अस्तेयाभ्यासवतश्च रत्नोपस्थानं, तत्प्रकर्षान्निरभिलाषस्यापि सर्वतो दिव्यानि रत्नान्युपतिष्ठन्त इत्यर्थः । ब्रह्मचर्याभ्यासवतश्च सतो निरतिशयस्य वीर्यस्य लाभ:, वीर्यनिरोधो हि ब्रह्मचर्यं तस्य प्रकर्षाच्च वीर्यं शरीरेन्द्रियमनः सुप्रकर्षमागच्छतीति । अपरिग्रहाभ्यासवतश्च जनुष उपस्थिति: ‘‘જોમાસું ? જીવંશઃ ? ાિયારી'' કૃતિ નિજ્ઞાસાયાં મમ્ય નાનાतीत्यर्थः । न केवलं भोगसाधनपरिग्रह एव परिग्रहः किं त्वात्मनः Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96