Book Title: Mitra Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 40
________________ મિત્રાદ્વાચિંશિકા/શ્લોક ૨૫ જ “કૃતાકૃતમપિ' અહીં ‘'થી એ કહેવું છે કે અન્ય દર્શનથી તો સંભળાયેલાં યોગબીજ ગ્રહણ કરે જ, પરંતુ જિનપ્રવચનથી સંભળાયેલા પણ યોગબીજને ગ્રહણ કરે છે. ટીકા - इत्थमिति-इत्थम् उक्तप्रकारेण, स्वतन्त्रतः स्वाभिमतपातञ्जलादिशास्त्रतः, यमप्रधानत्वमवगम्य अत्र-मित्रायां दृष्टौ, निवृत्तासद्ग्रहतया सद्गुरुयोगे श्रुतात्-जिनप्रवचनात्, श्रुतमपि योगबीजमुपादत्ते तथास्वाभाव्यात् ॥७॥ ટીકાર્ય : રૂ ....તથાસ્થામાવ્યાત્ હા આ પ્રકારે=પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારે, સ્વતંત્રથી સ્વઅભિમત પાતંજલાદિ શાસ્ત્રથી, યમનું પ્રધાનપણું જાણીને= યોગમાર્ગનાં આઠ અંગોમાં પ્રાથમિક ભૂમિકામાં યમની નિષ્પત્તિ થાય તો જ ઉત્તરનાં યોગાંગો યોગનિષ્પત્તિનું કારણ બને, તે અપેક્ષાએ અન્ય યોગાંગ કરતાં યમરૂપ યોગાંગનું યોગમાર્ગની પ્રવૃત્તિનું પ્રધાનપણું જાણીને, અહીં મિત્રાદેષ્ટિમાં, અસદ્ગત નિવૃત્ત હોવાને કારણે, સદ્ગુરુનો યોગ થયે છતે જિનપ્રવચનરૂપ શ્રતથી સંભળાયેલા પણ યોગબીજનું ગ્રહણ કરે છે, કેમ કે તેવા પ્રકારનું સ્વભાવપણું છે અર્થાત્ મિત્રાદેષ્ટિમાં રહેલા યોગીનું તત્ત્વને ગ્રહણ કરવારૂપ સ્વભાવપણું છે. ભાવાર્થ - પૂર્વમાં જે યમનું વર્ણન કર્યું તે સર્વ પાતંજલ દર્શનને અભિમત શાસ્ત્રાનુસારી વર્ણન છે, અને તે વચનાનુસાર કોઈ યોગીને બોધ થાય કે યોગમાર્ગમાં યમ નામનું યોગાંગ પ્રધાન છે; કેમ કે યમ યોગમાર્ગમાં વિષ્ણભૂત મોહાદિના વિતર્કોને દૂર કરીને યોગની પ્રવૃત્તિ સુકર કરે છે. તેથી આ વિતર્કોના નિવર્તન માટે યોગમાર્ગની પ્રવૃત્તિના અર્થીએ સૌ પ્રથમ યમના સેવનમાં યત્ન કરવો જોઈએ; અને આ પ્રમાણે જાણીને કોઈ યોગી મિત્રાદષ્ટિમાં વર્તતા હોય અને સ્વઅભિમત પાતંજલાદિ દર્શન અનુસાર યમનું સેવન કરતા હોય અને તત્ત્વના જિજ્ઞાસુ હોય અને ભવિતવ્યતાના યોગે કોઈ સદ્ગુરુનો યોગ થાય તો આવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96