Book Title: Mitra Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 43
________________ ૨૮ મિત્રાધાવિંશિકા/બ્લોક-૮ - તેમાં હેતુ કહે છે અર્થાત્ અન્ય યોગબીજોમાં આ પ્રધાન યોગબીજ છે તેમાં હેતુ કહે છે – વિષયનું પ્રાધાન્ય છેઃકુશળચિત્તના વિષયભૂત જિનેશ્વરો આચાર્યાદિ કરતાં પ્રધાન છે, માટે જિનવિષયક કુશળચિત્તાદિ અનુત્તમ યોગબીજ છે. Iટા જ “ષામાને અહીં ‘ગથિી ઉપેક્ષાનું ગ્રહણ કરવું. જ “પ્રત્યવિમ' અહીં ‘તિથી ભક્તિનું ગ્રહણ કરવું. “મટુતાર' અહીં “માદ્રિ'થી ચરણસ્પર્શનું ગ્રહણ કરવું. ભાવાર્થ - યોગબીજનું ગ્રહણ :- મિત્રાદષ્ટિવાળા યોગીઓ જે જે યોગબીજો ગ્રહણ કરે છે તે શ્લોક ૮-૧૩-૧૫-૧૬ અને ૧૭માં અનુક્રમે બતાવે છે. તેમાંથી આ શ્લોકમાં મિત્રાદષ્ટિવાળા યોગી દ્વારા ગ્રહણ કરાતાં ત્રણ યોગબીજ બતાવેલ છે, જે આ પ્રમાણે છે – (૧) જિનમાં સંશુદ્ધ કુશળચિત્ત. (૨) સંશુદ્ધ કુશળચિત્તથી પ્રેરિત વાણી વડે જિનને કરેલો નમસ્કાર. (૩) સંશુદ્ધ કુશળચિત્તથી પ્રેરિત કાયા વડે જિનને કરેલ પ્રણામ. જિનમાં કુશળચિત્ત અર્થાતુ જિન પ્રત્યે દ્વેષ અને ઉપેક્ષાદિ ન હોય અને પ્રીતિ-ભક્તિ વર્તતી હોય તેવો માનસ ઉપયોગ; અને જિનમાં કુશળવાયોગ એટલે તેવા પ્રકારના કુશળચિત્તથી પ્રેરિત વાચિક નમસ્કારની ક્રિયા; અને જિનમાં કુશળકાયયોગ એટલે તેવા પ્રકારના કુશળચિત્તથી પ્રેરિત પ્રણામાદિની ક્રિયા. આ ત્રણે ક્રિયાઓ જો સંશુદ્ધ હોય તો યોગબીજ બને છે અને જો અશુદ્ધ હોય તો યોગબીજ બનતી નથી. ચરમયથાપ્રવૃત્તિકરણ અને અચરમયથાપ્રવૃત્તિકરણ એવા વિભાગ વિના સામાન્ય યથાપ્રવૃત્તિકરણમાં વર્તતા કુશળચિત્તાદિ યોગબીજ નથી; કેમ કે તે કુશળચિત્તાદિમાં અશુદ્ધ કુશળચિત્તાદિ અને શુદ્ધ કુશળચિત્તાદિ બંનેનો સંગ્રહ છે. તેથી અશુદ્ધ કુશળચિત્તાદિના વ્યવચ્છેદ માટે “સંશુદ્ધ' એ વિશેષણ આપેલ છે અને આ સંશુદ્ધ એવા કુશળચિત્તાદિ યોગબીજ છે, પરંતુ સામાન્યથી યથાપ્રવૃત્તિકરણના ભેદરૂપ કુશળચિત્તાદિ યોગબીજ નથી. જિનમાં આ સંશુદ્ધ કુશળચિત્તાદિરૂપ યોગબીજ પ્રત્યેક હોય તોપણ યોગબીજ બને છે અને સમસ્ત હોય તોપણ યોગબીજ બને છે. અર્થાત્ જિનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96