________________
મિત્રાદ્વાત્રિંશિકા}શ્લોક-૫
૧૭
તથોત્તા:, અમી=વિતા, કૃત્તિ વિભાવનાત્-નિરન્તાં ધ્યાનાત્, પ્રર્ષ મછતાં યમાનામતત્=વશ્ર્વમાળ, તમુતે ॥
ટીકાર્ય :
યુ:તિ..... મુખ્યતે ।।દુઃખ=પ્રતિકૂળપણા વડે જણાતો રાજસચિત્ત ધર્મ, અજ્ઞાન=સંશય, વિપર્યયાદિરૂપ મિથ્યાજ્ઞાન, અનંત એવા=અપરિચ્છિન્ન એવા=અમર્યાદિત એવા, તે=દુઃખ અને અજ્ઞાન, ફળ છે જેઓનાં=જે વિતર્કોનાં તે=તે વિતર્કો, તથોાઃ—તેવા પ્રકારના કહેવાયેલા=અનંત દુઃખ અને અનંત અજ્ઞાન ફળવાળા કહેવાયેલા, અમ્ન=આ, વિતર્કો છે. એ પ્રમાણે વિભાવનથી= નિરંતર ધ્યાન કરવાથી, પ્રકર્ષને પામતા યમોનું આવશ્યમાણ, ફળ કહેવાય છે. પા
* ‘સંશયવિપર્યયાપિ' અહીં ‘આવિ’થી અનધ્યવસાયનું ગ્રહણ કરવું.
ભાવાર્થ :
શ્લોક-૪માં હિંસાદિના ૨૭ પ્રકારના વિતર્કો બતાવ્યા અને તે વિતર્કોનું અનર્થકારી ફળ કેવું છે, તે પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે; અને તે પ્રકારે વિભાવન કરવાથી યમ નામનું યોગાંગ પ્રકર્ષને પામે છે, અને તેનું ફળ શું પ્રાપ્ત થાય છે, તે આગળના શ્લોકમાં બતાવશે.
દુઃખ એટલે જીવને પ્રતિકૂળરૂપે જણાતો રાજસચિત્ત ધર્મ અર્થાત્ રાગવાળું ચિત્ત. રાગવાળું ચિત્ત પ્રતિકૂળ ભાવોને પ્રતિકૂળરૂપે જુએ છે, તેથી જે જીવો ભૌતિક સુખના રાગી છે તેઓને સંસારવર્તી દુ:ખ પ્રતિકૂળરૂપે ભાસે છે. અજ્ઞાન એટલે સંશય, વિપર્યય અને અનધ્યવસાયરૂપ મિથ્યાજ્ઞાન. જેઓને યોગમાર્ગનો યથાર્થ બોધ નથી પરંતુ વિપરિત બોધ છે તે વિપર્યયવાળા છે, જેઓને યોગમાર્ગવિષયક કોઈ અધ્યવસાય નથી તે અનધ્યવસાયવાળા છે અને જેઓ યોગમાર્ગના કોઈક સ્થાનમાં સંશયવાળા છે તેઓનો સંશયવાળો બોધ છે; અને જેઓને આવા પ્રકારનું સંશય, વિપર્યય અને અનધ્યવસાયરૂપ મિથ્યાજ્ઞાન હોય તે અજ્ઞાન છે.
“આ હિંસાદિના વિતર્કો અનંત દુ:ખ અને અનંત અજ્ઞાનરૂપ ફળને આપનારા છે”, એ પ્રકારે નિરંતર ધ્યાન કરવાથી અર્થાત્ સતત ચિંતન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org