Book Title: Mitra Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 21
________________ મિત્રાદ્ધાત્રિશિકાશ્લોક-૨ ટીકાર્ય : પ્રાવિયોના પ્રયોગનો.......મહાવ્રતમ્ રૂતિ પરા પ્રાણવિયોગના પ્રયોજનવાળો વ્યાપાર તે હિંસા, તેનો અભાવ=હિંસાનો અભાવ, તે અહિંસા. વાણી અને મનનું યથાર્થપણું તે સત્ય. પરધનનું અપહરણ તે તેમ=ચૌર્ય, તેનો અભાવ=ચૌર્યનો અભાવ, તે અસ્તેય. ઉપસ્થનો સંયમ=કામનો સંયમ, તે બ્રહ્મ છે. ભોગસાધનોનો અસ્વીકાર તે અકિંચનતા. આ=અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મ અને અકિંચનતા એ યમો છે. તે કહેવાયું છે=અહિંસાદિ પાંચ યમો છે તે “પાતંજલયોગસૂત્રમાં કહેવાયું છે – અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અને અપરિગ્રહ યમો છે.” (પાયો..ર૩૦) “ફતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. હવે દિકકાળાદિ અનવચ્છિન્નને દિફકાલાદિ અવિભક્તને, સ્પષ્ટ કરવા માટે પ્રથમ દિકકાળાદિ અવચ્છિન્નને દિફકાલાદિ વિભક્તને, બતાવે છે – - દિ–દેશ, અને તે કયા દેશ? તે સ્પષ્ટ કરે છે તીર્થાદિદેશ, કાળ=ચતુર્દશી આદિ, મારિ' શબ્દથી દિકાલાદિમાં રહેલા “માવિ' શબ્દથી બ્રાહ્મણાદિરૂપ જાતિનું અને બ્રાહ્મણાદિ પ્રયોજનરૂપ સમયનું ગ્રહણ કરવું. તેથી=દિકકાલાદિનો આવો અર્થ કર્યો તેથી, દિકાલાદિથી અનવચ્છિન્ન એવા યમો મહાવ્રત છે, એમ અન્વય છે. “તીર્થમાં કોઈને હણીશ નહીં, એ દિકઅવચ્છિન્ન યમ છે. ચતુર્દશીમાં કોઈને હણીશ નહીં, એ કાલઅવચ્છિન્ન યમ છે. બ્રાહ્મણોને હણીશ નહીં, એ બ્રાહ્મણજાતિઅવચ્છિન્ન યમ છે. દેવબ્રાહ્મણાદિ પ્રયોજન વગર કોઈને પણ હણીશ નહીં, એ બ્રાહ્મણાદિ પ્રયોજનરૂપ સમયઅવચ્છિન્ન યમ છે.” આવા પ્રકારના અવચ્છેદ વિના=આવા પ્રકારના વિભાગ વિના, સર્વ વિષયવાળા અહિંસાદિ યમો સાર્વભૌમ છે=સર્વ ક્ષિપ્રાદિ ચિત્તભૂમિમાં સંભવતા મહાવ્રતો છે, એ પ્રમાણે કહેવાય છે. તે કહેવાયું છે=દેશકાલાવચ્છિન્ન સાર્વભૌમ મહાવ્રતો છે તે, પાતંજલયોગસૂત્ર” ૨-૩૧માં કહેવાયું છે – “વળી આ=અહિંસાદિયમો જાતિ, દેશ, કાળ અને સમયથી અનવચ્છિન્ન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96