Book Title: Mitra Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 22
________________ મિત્રાદ્વાત્રિશિકા/બ્લોક-૨ સાર્વભૌમ મહાવ્રત છે.” (પા.યો.સૂ. ૨-૩૧) ત' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. રા ભાવાર્થ :યમ યોગાંગનું સ્વરૂપ અને તેના ભેદો : વ્યવહારદષ્ટિથી અહિંસાદિ પાંચે યમોનું સ્વરૂપ પ્રસ્તુત શ્લોકમાં આપેલ છે. વ્યવહારદષ્ટિ પ્રાણવિયોગના પ્રયોજનવાળા વ્યાપારને હિંસા કહે છે, અને જ્યાં તેવી હિંસાનો અભાવ હોય તેને અહિંસાયમ કહે છે. તેથી કોઈ જીવના પ્રાણનો વિયોગ થતો હોય તેવી ક્રિયાને તે હિંસા કહે છે. વાણી અને મનનું યથાર્થપણું તે સુનૃત=સત્ય છે અર્થાતુ પોતાને જેવું મનમાં છે તે પ્રમાણે વચનમાં બોલે છે તે સત્યવચન છે, તે દ્વિતીય યમ છે. પરની વસ્તુનું અપહરણ કરવું તે ચૌર્ય છે, અને કોઈની વસ્તુ હરણ ન કરવી તેવી પ્રવૃત્તિ અચૌર્ય છે, તે તૃતીય યમ છે. વળી કામવૃત્તિ ઉપર સંયમ તે ચતુર્થ બ્રહ્મચર્યયમ છે અને સંસારમાં ભોગનાં જે જે સાધનો છે તે સર્વનો ત્યાગ કરવો તે પાંચમો અકિંચનકાયમ છે. આવા યમોનો બોધ પ્રાથમિક ભૂમિકામાં પ્રથમ દષ્ટિવાળા જીવોને થાય છે અને તે યમો પ્રત્યે તેઓને રુચિ થાય છે અને સ્વશક્તિ અનુસાર તેમાં યત્ન કરતા હોય છે. તેથી પ્રથમ યોગાંગના બળથી આ જીવો મિત્રાદષ્ટિમાં છે તેવો નિર્ણય થાય છે. યમોની અણુવ્રત કે મહાવતરૂપતા :- આ પાંચ યમો દેશકાળ આદિથી અવચ્છિન્ન=મર્યાદાવાળા હોય ત્યારે અણુવ્રત કહેવાય છે અને દેશકાળ આદિથી અનવચ્છિન્ન-મર્યાદારહિત હોય ત્યારે મહાવ્રત કહેવાય છે. (૧) જેમ “કોઈક દેશમાં હું હિંસા નહીં કરું તેવું વ્રત ગ્રહણ કરવામાં આવે તો અન્ય દેશમાં તેને હિંસાનો પ્રતિષેધ નથી, તે અણુવ્રતરૂપ છે, પરંતુ કોઈ પણ દેશમાં હું હિંસા નહીં કરે તેવું વ્રત મહાવ્રતરૂપ બને. (૨) “અમુક તિથિમાં હું હિંસા નહીં કરું તેવું વ્રત ગ્રહણ કરવામાં આવે તો તે અણુવ્રતરૂપ છે, પરંતુ “સર્વતિથિમાં હું જીવોની હિંસા નહીં કરું તેવું વ્રત મહાવ્રતરૂપ બને. (૩) “બ્રાહ્મણાદિરૂપ જાતિની હિંસા હું નહીં કરું' તેવું વ્રત ગ્રહણ કરવામાં આવે તો તે અણુવ્રતરૂપ છે, પરંતુ કોઈપણ જાતિના કોઈપણ જીવની હું હિંસા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96